Sun Sep 06 2026

Logo

ભારત-પાકિસ્તાન સરહદ નજીક મોટી હિલચાલઃ સિયાલકોટ-શકરગઢમાં આતંકી પ્રવૃતિ થતા મોટા કાવતરાની આશંકા

2026-05-15 17:18:12
Author: Mumbai Samachar Team
ભારત-પાકિસ્તાન સરહદ નજીક મોટી હિલચાલઃ સિયાલકોટ-શકરગઢમાં આતંકી પ્રવૃતિ થતા મોટા કાવતરાની આશંકા

Gemini Ai Generated Image


નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી શાંત બેઠેલો પાડોશી દેશ ફરી ભારતની વિરૂદ્ધ કાવતરૂ કરવાની તૈયારી કરતો હોય એવા અણસાર મળી રહ્યા છે. ખાસ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર ભારતની બોર્ડર નજીક અને પાકિસ્તાનમાં આવેલા સિયાલકોટ, શકરગઢ અને અન્ય કેટલાક સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં હથિયાર અને એર ડિફેન્સ સિસ્ટમ સેટ કરવામાં આવી છે. આ પરથી કહી શકાય કે, પાકિસ્તાન ભારતની વિરૂદ્ધમાં કંઈક મોટું કાવતરૂં ઘડાઈ રહ્યું છે.

પાકિસ્તાનનું નિષ્ફળ ઑપરેશન

પાકિસ્તાન પોતાની એર ડિફેન્સ યુનિટ્સ, આર્ટિલરી ગન અને ફોરવર્ડ લોકેશન પર આતંકવાદીઓના હ્યુમન શિલ્ડનો ઉપયોગ કરી મોટી યોજના બનાવવાની તૈયારીમાં છે. જ્યારે ભારતે ઑપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં રહેલા આતંકી અડ્ડાઓને ધ્વંસ કર્યા, એ સમય પાકિસ્તાન પણ ઑપરેશન બુનિયાન ઉલ મરસૂસ લૉંચ કર્યું હતું. પણ આ ઑપરેશન નિષ્ફળ રહ્યું હતું. 

હવે પાકિસ્તાન પોતાની સૈન્ય યુક્તિથી મહત્ત્વના સૈન્ય લોકેશનથી દૂર રેસિડન્ટલ વિસ્તારમાં સૈન્યને શિફ્ટ કરી રહ્યો છે. વિગત એવી પણ મળી છે કે, આ વિસ્તારમાંથી સર્વેલિયન્સ ડ્રોન ઉડાવી શકે છે. આ પરથી કહી શકાય કે, કોઈ મોટી રણનીતિ તૈયાર થઈ રહી છે. 

રહેણાંક વિસ્તારમાં સૈન્ય પ્રવૃતિ

બોર્ડર પાર સતત વૉચ રાખવા અને મુવમેન્ટનું નિરિક્ષણ કરવા પાકિસ્તાને શસ્ત્રો તૈયાર કર્યા છે. સિયાલકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટની આસપાસના વિસ્તારમાં, જંદ્રોદ ગર્લ્સ હાઈ સ્કૂલના વિસ્તારમાં, પદર વિસ્તારમાં અને ભાઈ બખ્તાવર ઈન્ટરનેશનલ એરપોર્ટના એરિયામાં સૈન્ય મુવમેન્ટ વધારી છે. જમ્મી કાશ્મીરમાં સામેની તરફ ચિતલ, હજીરા અને કાલીઘાટી વિસ્તારમાં પાકિસ્તાને રહેણાંક સોસાયટીઓ વચ્ચે સૈન્ય અને હથિયારથી સજ્જ ટુકડી તૈનાત કરી છે. ડ્રોન અને ગન મશીન તૈયાર કર્યા છે. આર્ટિલરી ફાયરિંગ માટે પણ ગન મૂકી છે. 

નિષ્ણાંતોનો મત

બરિલા શરીફ ગામમાં ગીત વસ્તી વચ્ચે SH-15 ગન સિસ્ટમ લગાવી છે. રાવલકોટમાં એડવાન્સ લેન્ડિગ ગ્રાઉન્ડ પાસે ફાયરિંગ વિસ્તાર બનાવાયો છે. શકરગઢ વિસ્તારમાં રોકેટ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. કોટલા ગામમાં એર ડિફેન્સ સિસ્ટમ, જફરવાલ વિસ્તારમાં મિસાઈલ સિસ્ટમ અને બુનાગુના સાહિબ સ્કૂલની આસપાસ આર્ટિલરી ગન સેટ કરવામાં આવી છે. આ વિષય પર નિષ્ણાંતોનું એવું માનવું છે કે, પાકિસ્તાન સારી રીતે જાણે છે કે, ભારત સામાન્ય રીતે નાગરિકોને ટાર્ગેટ કરતો નથી. તેથી તે રહેણાંક વિસ્તારની સોસાયટીઓમાં આતંકીઓને એક્ટિવ કરી રહ્યો છે. 

ભારતની પણ ચાંપતી નજર

રિપોર્ટ એવા પણ મળ્યા હતા કે, ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ઉંચના ગુરૂદ્વારા અને કેટલાક નિર્દોષ નાગરિકોને પણ ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કંગાળ છે અને પાકિસ્તાનમાં જ આંતરિક સમસ્યાઓ વિકરાળ થઈ રહી છે. તેમ છતાં તે બોર્ડર પર સૈન્ય પ્રવૃતિઓ કરી રહ્યો છે. 

પાકિસ્તાન હવે ભારતની દિશામાં થઈ રહેલી પ્રવૃતિઓ પર નજર રાખીને બેઠો છે. તક મળતા જ હવે ઘુસણખોરી થશે એવું માનવામાં આવી રહ્યું છે. ઉશ્કેરણીજનક પ્રવૃતિ થઈ શકે છે. ભારત તરફથી પણ એમની દરેક મૂવમેન્ટ પર બારીકીથી નજર રાખવામાં આવી રહી છે. હવે પાકિસ્તાન કોઈ છમકલું પણ ભારતની વિરુદ્ધમાં કરશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.