નવી દિલ્હીઃ ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે બિહાર સરહદે એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. ભારત-નેપાળની ૭૩૫ કિલોમીટર લાંબી સરહદ પરથી આશરે 1,155 પિલર ગાયબ થઈ ગયા છે. આ સાથે જ સીમાવર્તી જિલ્લાઓમાં શંકાસ્પદ રોકાણ અને અતિક્રમણની પ્રવૃત્તિઓ પણ વધી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરહદ નજીકની 1,292 બેંક શાખાઓના કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન કરવાનો અને નો-મેન્સ લેન્ડ પરથી અતિક્રમણ તાત્કાલિક હટાવવાનો સરકારે આદેશ આપ્યો છે.
ભારતના પડોશી દેશ સાથેના સંબંધોમાં ઉતારચઢાવ આવી રહ્યા છે, જેમાં નેપાળ પણ ચીન સાથે પડદા પાછળ ધીમે ધીમે નજીક જઈ રહ્યું છે. સમજો વ્હાલું થઈ રહ્યું છે ત્યારે હવે એવા સમાચાર જાણવા મળ્યા છે કે ભારત અને નેપાળની સરહદ પરથી લગભગ 1155 પિલર ગાયબ થઈ ગયા છે. ભારત નેપાળ સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા સંબંધી વિષય અંગે મુખ્ય સચિવ પ્રત્ય અમૃતની અધ્યક્ષતા હેઠળની બેઠકમાં ઉપરોક્ત માહિતી જાણવા મળી હતી.
બિહારમાં ભારત અને નેપાળ વચ્ચે લગભગ 735 કિલોમીટર લાંબી સરહદ આવેલી છે, જે અન્યવે સાત જિલ્લાનો સમાવેશ થાય છે. પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા અને કિશનગંજ અને બગહાનો સમાવેશ થાય છે, જ્યારે ત્યાંના સરકારી એકમોની તપાસ સ્થાનિક જિલ્લા પ્રશાસન અને એસએસબી દ્વારા કરવામાં આવી રહી છે.
અનેક સ્થળોએ શંકાસ્પદ રોકાણ પણ
મુખ્ય સચિવની બેઠકમાં રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે સીતામઢીમાં 28, પશ્ચિમ ચંપારણમાં નવ, કિશનગંજમાં 28, મધુબની, સુપોલ, અરરિયા અને પૂર્વીય ચંપારણમાં પાંચ-પાંચ પ્રતિષ્ઠાન સંદીગ્ધ હોવાનું જાણવા મળ્યું છે. અરરિયામાં તો શંકાસ્પદ રોકાણ થઈ રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે, જેના માટે તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
બેંક કર્મચારીના થશે પોલીસ વેરિફિકેશન
સરહદ વિસ્તારના જિલ્લા સ્થિત તમામ બેંકના કર્મચારીઓની પણ પોલીસ વેરિફિકેશન કરવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આદેશ અનુસાર તમામ બેંકના કર્મચારીઓને પોલીસ વેરિફિકેશનનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નાણાં વિભાગના અહેવાલ અનુસાર સીમા પર સ્થિત તમામ 1,292 બેંક શાખામાં બનાવટી નોટ ચેકિંગ મશીન લગાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.
સરકારી જમીન પર અતિક્રમણો હટાવો
મુખ્ય સચિવના નિર્દેશ અનુસાર ભારત-નેપાળ સરહદ નજીકના બિહારના પંદર કિલોમીટરના હિસ્સામાં અતિક્રમણ સંબંધી રિપોર્ટનું પણ વેરિફિકેશન કરવામાં આવે, જ્યાં અતિક્રમણને તાત્કાલિક હટાવવા મુદ્દે પણ નિર્દેશ કર્યો છે. જિલ્લામાંથી મળતા અહેવાલ અનુસાર નો મેન્સ લેન્ડમાં 1,359 અતિક્રમણ સૂચિત કરવામાં આવ્યા છે, જેમાંથી 1,349 અતિક્રમણને હટાવવામાં આવ્યા છે. સરકારી જમીન પર 966 અતિક્રમણ હતા, જેમાંથી અત્યારે 117 હટાવવાના બાકી છે.