Mon Sep 14 2026

Logo

ભારતમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં ખાલિસ્તાની આતંકી સંગઠન, સુરક્ષા એજન્સીઓ સક્રિય

2026-06-16 18:10:57
Author: Chandrakant Kanoja
ભારતમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં ખાલિસ્તાની આતંકી સંગઠન, સુરક્ષા એજન્સીઓ સક્રિય

નવી દિલ્હી : ભારતમાં આતંકવાદી  પ્રવુતિઓને વધારવા માટે ખાલિસ્તાની તત્વો ફરી એકવાર સક્રિય થયા છે. જેમાં પણ પંજાબ વિધાનસભા ચૂંટણી પૂર્વે આતંકવાદી સંગઠન  ખાલિસ્તાન નેશનલ આર્મી ફરી સક્રિય થઇ રહ્યું છે. તેમજ તે આઇએસઆઇ સાથે મળીને ચૂંટણી પહેલા અરાજકતા ફેલાવી શકે છે.  

પંજાબ સહિત દિલ્હી, ગુજરાત અને હરિયાણા ખાલિસ્તાનીઓના રડાર પર

આ અંગે મળતી માહિતી મુજબ સુરક્ષા એજન્સીઓ સતત સક્રિયપણે આ ગતિવિધીઓ પર નજર રાખી રહી છે. પંજાબ સહિત દિલ્હી, ગુજરાત અને હરિયાણાજેવા રાજ્યો પણ ખાલિસ્તાનીઓના રડાર પર છે. જોકે, ભારતીય સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે અને આઇએસઆઇના સમગ્ર કાવતરાને સફળતા પૂર્વક ડીકોડ કરી છે.

આતંકવાદી સંગઠન ખાલિસ્તાન નેશનલ આર્મી સક્રિય 

તેમજ ભારતમાં આ સંગઠન 17 થી 25 વર્ષના યુવાનોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમને ફૂટ સોલ્જર નામ આપવામાં આવી રહ્યું છે. તેમજ એવા યુવાનોની શોધ કરવામાં આવી રહી છે જેમનો કોઇ ગુનાહિત ઇતિહાસ ના હોય. સુરક્ષા એજન્સીઓને મળેલા ઇનપુટ મુજબ આતંકવાદી સંગઠન 'ખાલિસ્તાન નેશનલ આર્મી' સક્રિય થઈ ગયું છે અને આ જ પ્રવૃત્તિમાં રોકાયેલું છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં આ સંગઠન દ્વારા વિવિધ રાજ્યોને મોકલવામાં આવેલા ત્રણ ઇ-મેઇલ બાદ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર છે.