નવી દિલ્હીઃ મદ્ધ પૂર્વનું યુદ્ધ અત્યારે ચિંતાજનક સ્થિતિએ પહોંચી ગયું છે. ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકા એક સાથે હુમલો કરી રહ્યાં છે. આવી સ્થિતિ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભા સાંસદ મનીષ તિવારીએ કેન્દ્ર સરકારની વિદેશ નીતિને સમર્થન છે. મધ્યપૂર્વના યુદ્ધમાં ભારતે જે રીતે સ્થિતિને સંભાળી પહેલા પોતાના દેશને મહત્વ આપ્યું તેની આ કોંગ્રેસ નેતા દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. અત્યારે કોંગ્રેસના નેતાઓ પાર્ટી લાઈન તોડીને કેન્દ્ર સરકારના વખાણ કરી રહ્યાં છે.
આ સંઘર્ષમાં ભારતે મર્યાદિત ભૂમિકા ભજવી છે
સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે, ભારત આ સંઘર્ષમાં મર્યાદિત ભૂમિકા ભજવે છે અને સરકારનો સાવચેતીપૂર્વકનું વલણ દેશ માટે ફાયદાકારક છે. પશ્ચિમ એશિયામાં માત્ર એક યુદ્ધ નહીં, પરંતુ અનેક પ્રકારના સંઘર્ષ ચાલી રહ્યા છે. ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચેની સ્થિતિ વૈશ્વિક સમીકરણો સાથે જોડાયેલી છે. આ આપણી લડાઈ નથી. આ યુદ્ધમાં ભારત પ્રત્યક્ષ રીતે સાથ નથી આપી રહ્યું તેની કોંગ્રેસ સાંસદે પ્રશંસા કરી છે.
મધ્યપૂર્વના યુદ્ધ વચ્ચે સરકારની કૂટનીતિ અસરકારક રહી
કોંગ્રેસના વરિષ્ઠ સાંસદે કહ્યું કે, 'ભારતે હંમેશાં મર્યાદિત ભૂમિકા ભજવી છે. ભારતે તેની 'રણનીતિક સ્વાયત્તતા' જાળવી રાખવી જોઈએ. જો આપણે વિચારશીલ અને સાવચેતીપૂર્વક પગલાં લઈએ, તો આપણે સાચા માર્ગ પર છીએ. રણનીતિક સ્વાયત્તતાનો અર્થ એટલે પોતાના હિતોનું રક્ષણ અને પરિસ્થિતિઓ અનુસાર સંતુલન જાળવવું. એટલે કે વર્તમાન ભાજપ સરકારે મધ્યપૂર્વના યુદ્ધ વચ્ચે સારી નીતિઓનું પાલન કર્યું છે તેવું કોંગ્રેસ સાંસદનું કહેવું છે.
Strategic Autonomy is a sum of many parts .
— Manish Tewari (@ManishTewari) March 19, 2026
While it is correct to say that India must be circumspect given that our diaspora is spread all across the Greater Middle East and our energy and food security imperatives
but
Strategic autonomy also means :
1. Should regime… https://t.co/QM7NRa1qzy
શશી થરૂરે પણ સરકારની નીતિઓની પ્રશંસા કરી
મહત્વની વાત તો એ છે કે, મુદ્દા પર માત્રે મનીષ તિવારી જ નહીં, પરંતુ કોંગ્રેસના અન્ય નેતા શશી થરૂરે પણ સરકારની નીતિઓની પ્રશંસા કરતા જોવા મળે છે. મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતે કોઈ દેશનું સમર્થન કર્યું નથી. કારણે કે, આ યુદ્ધ તે લોકો વર્ચસ્વ માટે લડી રહ્યાં છે, એટલે ભારત કોઈ પણ દેશ સાથે સંબંધો બગાડી શકે તેમ નથી. આવી સ્થિતિમાં ભારતની કૂટનીતિ અસરકારક રહી છે. આ કૂટનીતિના કારણે જ ભારતના જહાજો હોર્મુઝ પાર કરી શક્યાં છે.