Tue Sep 15 2026

Logo

દેશમાં ત્રણ માસમાં સોનાની માંગમાં સરેરાશ 10 ટકાનો વધારો, 151 ટનનું વેચાણ

2026-04-29 18:16:35
Author: Chandrakant Kanoja
દેશમાં ત્રણ માસમાં સોનાની માંગમાં સરેરાશ 10 ટકાનો વધારો, 151 ટનનું વેચાણ

દેશમાં સોનાની માંગ સતત વધારો થઇ રહ્યો છે. આ અંગે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ જાન્યુઆરી થી માર્ચના ત્રણ માસ દરમિયાન સોનાની માંગ વાર્ષિક ધોરણે 10 ટકા વધીને 151 ટન પર પહોંચી છે. તેમજ સોનાના ભાવમાં વધારા પાછળ પણ સોનાની વધતી માંગ એક મુખ્ય કારણ છે.  જોકે, સોનાના રોકાણની પેટર્ન બદલાઈ છે. જેમાં દાગીનાની તુલનામાં રોકાણ માટે સોનાની માંગમાં વધારો થયો છે. 

દાગીનાની માંગ  વાર્ષિક 19 ટકા ઘટી 

આ અહેવાલ મુજબ આ ત્રણ માસમાં સોનાના બાર, સિક્કા અને ઇટીએફ સંચાલિત રોકાણમાં 54 ટકાનો વધારો થયો હતો અને તેનો આંક  82 ટન સુધી પહોંચ્યો હતી. જ્યારે દાગીનાની માંગ વાર્ષિક 19 ટકા ઘટીને 66 ટન થઈ હતી. 

સમગ્ર  વર્ષ દરમિયાન સોનાની માંગ 650 થી 750 ટન વચ્ચે રહેશે

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ મુજબ સમગ્ર  વર્ષ દરમિયાન સોનાની માંગ 650 થી 750 ટન વચ્ચે રહેશે. જે ગયા વર્ષે 712 ટન હતી. તાજેતરના મહિનાઓમાં સોનાના ભાવમાં વધારો થવાથી ગ્રાહકોના બજેટ પર અસર પડી છે. આ  અહેવાલ મુજબ વર્ષ 2025ના પ્રથમ ક્વાર્ટરમાં દેશની કુલ સોનાની માંગ 137 ટન રહી હતી. જ્યારે તેને  મૂલ્યની દ્રષ્ટિએ જોઇએ તો વર્ષ 2026 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં માંગ  બમણી થઈ ગઈ છે. જે વાર્ષિક ધોરણે 99 ટકા વધીને  રૂપિયા 2,27,500 કરોડની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી છે.