Mon Sep 14 2026

Logo

પશ્ચિમ બંગાળ અને આસામમાં કોની બનશે સરકાર, જાણો એક્ઝિટ પોલનું અનુમાન

2026-04-29 19:28:17
Author: Chandrakant Kanoja
પશ્ચિમ બંગાળ અને આસામમાં કોની બનશે સરકાર, જાણો એક્ઝિટ પોલનું અનુમાન

નવી દિલ્હી: દેશના ચાર રાજ્યો  પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તમિલનાડુ અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી માં 824 વિધાનસભા બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. જેમાં 17 કરોડ મતદારોને મતદાન કર્યું છે.જેમાં અલગ એજન્સીઓના એક્ઝિટ પોલ મુજબ પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપ સરકાર બનાવશે.

પશ્ચિમ બંગાળમાં ભાજપ 146 થી 161 બેઠકો જીતે તેવું અનુમાન

ભાજપ માટે મહત્વનું એવા  પશ્ચિમ બંગાળમાં  તેની ટીએમસી સાથે કાંટાની ટક્કર  છે. એક્ઝિટ પોલના આંકડા મુજબ ભાજપ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. ભાજપ 42. 5 ટકા મત સાથે 146 થી 161 બેઠકો જીતે તેવું અનુમાન છે. જ્યારે સત્તાધારી પક્ષ ટીએમસી અને સાથી પક્ષોને 40.8 ટકા મત સાથે 125 થી 140 બેઠકો મળવાનું અનુમાન છે. 

જ્યારે અન્ય પક્ષોને 16.7 મત સાથે 6 થી 10 બેઠક મળી શકે છે. 


આસામમાં ભાજપ ફરી સત્તા આવે તેવું અનુમાન

જેમાં આસામમાં ભાજપ ફરી સત્તા આવે તેવું અનુમાન છે.આસામમાં, ભાજપ ગઠબંધન ખૂબ જ મજબૂત સ્થિતિમાં હોવાનું જણાય છે. તેમજ 45 ટકા મત સાથે  85 થી 95 બેઠકો મળે તેવી શક્યતા છે. જેમાં  મુખ્ય વિપક્ષ  કોંગ્રેસ ગઠબંધન  39.8 ટકા સાથે 25 થી 32 બેઠકો સુધી મર્યાદિત રહેવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં અન્ય પક્ષો 14.7 ટકા  મત મેળવીને છ થી 12 બેઠકો જીતે તેવો  અંદાજ છે.

સાંજે પાંચ વાગે સુધીમાં રેકોર્ડ બ્રેક 90 ટકા જેટલું મતદાન

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં સાંજે પાંચ વાગે સુધીમાં રેકોર્ડ બ્રેક 90 ટકા જેટલું મતદાન નોંધાયુ છે. પશ્ચિમ બંગાળમાં  મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસ ચોથી વખત સત્તામાં પાછા ફરવા માટે પ્રયત્નશીલ છે. જ્યારે  ભાજપે રાજ્યમાં સત્તા મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે.