નવી દિલ્હી : ગુજરાતમાં વર્ષ 2002ના તોફાનોમાં બિલ્કીસ બાનો કેસ અંગે કરેલી જૂની ટિપ્પણીને લઇને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી વિપક્ષના નિશાના પર આવ્યા છે. આ અંગે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમજ રાહુલ ગાંધીએ તેમને દુષ્કર્મીઓના રક્ષક ગણાવ્યા છે.
વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું
રાહુલ ગાંધીએ સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા પ્રહલાદ જોશીની નવા શિક્ષણ મંત્રી તરીકે નિમણૂક પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. પ્રિયંકા ગાંધીએ પણ આ નિર્ણય અંગે વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું.
नए वाले शिक्षा मंत्री की करतूत 👇 pic.twitter.com/Zosg3otBTt
— Congress (@INCIndia) July 28, 2026
આરોપીઓ છૂટયા ત્યારે પ્રહલાદ જોશીએ ટિપ્પણી કરી હતી
ઉલ્લેખનીય છે કે, બિલ્કીસ બાનો કેસમાં આરોપીઓ છૂટયા ત્યારે પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે, મને આમાં કંઈ ખોટું લાગતું નથી કારણ કે તે એક કાનૂની પ્રક્રિયા છે. મંત્રીએ દલીલ કરી હતી કે જેલમાં લાંબો સમય વિતાવનારા આરોપી
ઓની મુક્તિ માટે કાનૂની જોગવાઈઓ છે.