નવી દિલ્હી: પીએમ મોદી અને એમેઝોનના સીઈઓ એન્ડી જેસી વચ્ચે દિલ્હીમાં બેઠક મળી હતી. આ બેઠક બાદ સીઈઓ એન્ડી જેસીએ જણાવ્યું હતું કે દેશમાં એઆઇ અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે વર્ષ 2030 સુધીમાં વધારાના 13 અરબ ડોલરનું રોકાણ કરશે. આ ઉપરાંત તેમણે ભારત પ્રત્યે એમેઝોનની લાંબા ગાળાની યોજનાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમજ આ જાહેરાત સાથે જ વર્ષ 2026-30 સમયગાળા માટે ભારતમાં એમેઝોનનું કુલ રોકાણ વધીને 48 અરબ ડોલર થશે.
A great meeting with Mr. Andy Jassy. I welcome Amazon's record $48 billion investment in India. This will create new opportunities for our youth. At the same time, it shows the growing interest across the world to invest in India!@amazon https://t.co/emr6Dd9Cps
— Narendra Modi (@narendramodi) June 25, 2026
આ રોકાણ મુંબઈ અને હૈદરાબાદમાં કરવામાં આવશે
આ અંગે એમેઝોને જણાવ્યું હતું કે, આ વધારાનું રોકાણ ભારતના AI અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી મોટા વૈશ્વિક રોકાણકારોમાં સ્થાન આપશે. તેમજ આ રોકાણ મુંબઈ અને હૈદરાબાદમાં AWS (Amazon Web Services) ડેટા સેન્ટર ક્ષમતાને વિસ્તૃત કરશે. જે સ્ટાર્ટઅપ્સ, સાહસો અને સરકારી સંસ્થાઓને વિશિષ્ટ AI ચિપ્સ, સંચાલિત AI સેવાઓ, સુરક્ષિત અને વિશ્વસનીય ક્લાઉડ ટેકનોલોજી અને ડેવલપર ટૂલ્સની ઍક્સેસ પ્રદાન કરશે. આનાથી તેઓ ઝડપથી નવીનતા લાવવા, ઝડપથી સ્કેલ કરવા અને વૈશ્વિક સ્તરે ગ્રાહકોને સેવા આપવા સક્ષમ બનશે.
વર્ષ 2010 થી 2030 દરમિયાન ભારતમાં કુલ રોકાણ 88 અરબ ડોલર
એમેઝોને વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2010 થી 2030 દરમિયાન ભારતમાં તેનું કુલ રોકાણ 88 અરબ ડોલરથી વધુ થઈ જશે. જેમાં ઈ-કોમર્સ, ક્વિક કોમર્સ, ડેટા સેન્ટર્સ, AI,ક્લાઉડ સેવાઓ, લોજિસ્ટિક્સ અને અન્ય વ્યવસાયોનો સમાવેશ થાય છે.
આ રોકાણ ભારતના યુવાનો માટે નવી તકો લાવશે
જ્યારે પીએમ મોદીએ X પર આ મુલાકાત વિશે લખ્યું હતું કે, તેમની એન્ડી જેસી સાથેની મુલાકાત સારી રહી હતી. તેમજ એમેઝોનના 48 અરબ ડોલરના રોકાણનું સ્વાગત કર્યું હતી. પીએમ મોદીના મતે આ રોકાણ ભારતના યુવાનો માટે નવી તકો લાવશે. તે ભારતમાં રોકાણ કરવામાં વૈશ્વિક રસ પણ દર્શાવે છે.