ભાટી એન.
જિંદગીમાં કુદરતી સૌંદર્ય તનમનને પ્રફુલ્લિત કરે છે. તેનો એક દાખલો આપું તો હું જડેશ્વર રોડ જતો હતો ત્યાં ડુંગરાને લીલીછમ હરિયાળી, તેમાં ગગનચૂંબી પવનચકકીઓ જોઈ મોજે દરિયા લાગે આંખને લીલો રંગ બહુ જ ગમે તેમાં અચાનક એક વાડીમાં શ્વેત ચાદર ઓઢી કોઈ પરી બેઢી હોય તેવું અલૌકિક દૃશ્ય જોયું. એને નીરખવા માટે મેં થોડી વાર સ્કૂટર ઊભું રાખી જોયા જ કર્યું.
શું નઝારો વાહ કુદરત લખો સફેદ ફૂલોનો બાગબાન જેવું વિચિત્ર દૃશ્ય નીરખી વાડીમાં જઈ શું છે તે નિરખવાની ઉત્કંઠા વધી! પણ વાડીમાં ગયો ત્યાં આ ફૂલો પોતાનો પરિચય આપવા માટે મોતાજ નોતા સફેદ ફૂલ નજીકથી જોતા તેના વખાણ કરવા મારી પાસે શબ્દો નોતા પણ ફૂલ નીચે જોતા લીલાછમ ઘાણા મસ્ત યૌવનમાં પાકતા હતા. મેં તો બે ચાર લીલાધાણા ચાખ્યા વાહ...વાહ અનેરો સ્વાદ.
દરેક ગૃહમાં મસાલિયું હોય ગોળાકાર તે જોઈએ તો આયુર્વેદીક બોક્સ છે. જી હા ‘મસાલિયા’માં મરચું, હળદર, ધાણા, જીરું, રાય, મેથી, હિંગ, નાની ડબીઓમાં હોય તેમાં રાઈમેથી, ધાણાજીરું સજોડે હોય!
આજે ધાણા વિશે જાણીશું. ધાણા એટલે કોથમીર!હા આપણે દરેક શાકમાં કે પંજાબી, ચાઈનીઝમાં કોથમીર લીલાછમ પાંદડાવાળી ગુણધર્મ ધાણા જેવો છે, અનેકાનેક ફાયદાઓથી ભરપૂર છે, એટલે જ આદું, કોથમીર આપણી તંદુરસ્તી માટે જરૂરી છે, નાની લીલી હોય ત્યારે કોથમીર કેવાય મોટી થાય તેમાં સફેદફૂલ આવે અને ધાણી બને સુકાઈ જાય પછી મસાલિયામાં આવે આમ બે વાર શાકમાં નાખે પ્રથમ ધાણા સ્વરૂપે પછી કોથમીર સ્વરૂપે એટલે ડબલ વાર જે વસ્તુ શાકમાં આવે તેના ફાયદા તો કેટલા હોય.
ધાણા એ સૌથી જૂની ઔષધિઓ અને મસાલાઓમાંની એક છે. ધાણાના છોડના ફળમાં બે બીજ હોય છે, જે સૂકવવામાં આવે ત્યારે સૂકા મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે. પાક્યા પછી, બીજ પીળાશ પડતા ભૂરા અથવા ભૂરા રંગના હોય છે અને રેખાંશિક પટ્ટાઓ હોય છે.
ધાણાના બીજમાં ગરમ અને સૂક્ષ્મ સ્વાદ હોય છે, જેમાં થોડો સાઇટ્રસ રંગ હોય છે. તેમાં સુગંધિત સુગંધ હોય છે જે શાંત ગરમ, બદામ જેવું, થોડું ફળ જેવું અને જટિલ હોય છે. ધાણાના બીજ આખા વર્ષ દરમિયાન, આખા અથવા પીસેલા પાવડરના સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે.
એસિડિટીમાં રાહત: જે લોકોને એસિડિટીની સમસ્યા રહે છે તેમણે ધાણાનું પાણી પીવું જોઈએ. ધાણામાં રહેલ ગુણ પેટને ઠંડક આપે છે. પરિણામે એસિડિટીની સમસ્યા ઓછી થઈ જશે. ધાણાનું પાણી પીવાથી તમારા પેટમાં પેદા થનાર એસિડનું સ્તર પણ ઓછું થઈ જાય છે અને બળતરાં કે પીડા દૂર થાય છે. ધાણા એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોવાળા હોય છે તેથી પેટ સંબંધિત તમામ સમસ્યાઓને તે દૂર રાખે છે.
વજન ઘટે છે: જો તમે ધાણાનું પાણી પીવો છો તો તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. વેઈટ લોસનો આ એક અસરકારક ઉપાય માનવામાં આવે છે. કોથમીરનાં પાન અને બીજ (ધાણા)માં ભરપૂર ફાઈબર હોય છે. જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. ધાણાનાં બીજ ફેટ બર્ન કરવામાં પણ મદદગાર રહે છે. આવા ધાણાનું સેવન કરવું જોઈએ જે આપણા વૈદરાજ કહી ગયા છે.