Wed Sep 02 2026

Logo

લગ્નમાંથી પાછા આવતા લોકોને નડ્યો અકસ્માત, ગાડી પલટી જતા 2 જણના મોત

2026-04-26 21:37:11
Author: Vimal Prajapati
લગ્નમાંથી પાછા આવતા લોકોને નડ્યો અકસ્માત, ગાડી પલટી જતા 2 જણના મોત

ગુમલા: ઝારખંડના ગુમલા જિલ્લામાં એક મોટો અકસ્માત સર્જાયો છે. ગુમલા દિલ્લાના કુરકુરા થાણા વિસ્તારમાં આવેલા બેતરકેરામાં આ અકસ્માત સર્જાયો છે. લગ્નમાંથી આવી રહેલી એક ગાડી પલટી ગઈ હોવાથી અકસ્માત સર્જાયો છે. આ માર્ગ અકસ્માતમાં ગાડીમાં સવાર બે લોકોનું મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સાથે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના કારણે આસપાસના વિસ્તારમાંથી લોકો દોડી આવ્યાં હતાં. 

સ્થાનિક લોકોએ ગાડીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કર્યું

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સ્થાનિક લોકોએ ગાડીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. મૃતકોની વાત કરવામાં આવે તો, સિમડેગા જિલ્લાના ટાટી ભંડારટોલીના રહેવાસી 23 વર્ષીય સાહિલ ભેંગરા અને 40 વર્ષીય ચંદ્ર મહતોનું નામ જાણવા મળ્યું છે. જ્યારે ઘાયલ યુવક, સેમ્યુઅલ ભેંગરાને વધુ સારી સારવાર માટે ઉચ્ચ તબીબી કેન્દ્રમાં રિફર કરવામાં આવ્યો છે. આ દરેક લોકો કાર લઈને તોરપાથી લચરાગઢ લગ્નમાં સામેલ થવા માટે જઈ રહ્યાં હતાં. લગ્ન પૂર્ણ થયા બાદ આ લોકો ગાડી લઈને ઘરે પાછા ફરી રહ્યાં હતા, તે વખતે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. 

ડોક્ટરે સાહિલ અને ચંદ્ર મહતોને મૃત જાહેર કર્યા

ગ્રામજનોની મદદથી પોલીસે ઘાયલોને કામદરા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતાં. જ્યાં ડોક્ટરે સાહિલ અને ચંદ્ર મહતોને મૃત જાહેર કર્યા હતાં. અકસ્માતની માહિતી મળતાં કુરકુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે અકસ્માત સર્જેલા વાહનનો જપ્ત કરી લેવામાં આવ્યું છે. અત્યારે પોલીસ ગાડીના માલિક અને ડ્રાઈવરની તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે તે લોકો ફરાર થઈ ગયાં છે. આ સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યાં છે.