Sun Sep 13 2026

Logo

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મોરચો સંભાળવા ભાજપે દિગ્ગજોને મેદાને ઉતાર્યા...

2026-03-13 20:17:23
Author: Devayat Khatana
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મોરચો સંભાળવા ભાજપે દિગ્ગજોને મેદાને ઉતાર્યા...

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓ કરી રહી છે. આ શ્રેણીમાં  ભારતીય જનતા પાર્ટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મોવડી મંડળ સાથે પરામર્શ કર્યા બાદ પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના ગઠન અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ સમિતિના પ્રદેશ સંયોજક તરીકે પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાની વરણી કરવામાં આવી છે, જેમના માર્ગદર્શન હેઠળ ભાજપ આગામી ચૂંટણીનો મોરચો સંભાળશે.

આ ઉચ્ચસ્તરીય સમિતિમાં અનુભવી નેતાઓ અને પદાધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિના સદસ્યો તરીકે પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ જયસિંહ ચૌહાણ, પૂર્વ પ્રધાન બાબુ બોખરીયા, સાંસદ જશવંતસિંહ ભાભોર, પૂર્વ પ્રધાન પ્રદિપ પરમાર, ધારાસભ્ય ઉદય કાનગડ, મનીષ પટેલ અને શિલ્પેશ દેસાઈના નામો નિશ્ચિત કરવામાં આવ્યા હતા.