Thu Sep 10 2026

Logo

વેબસિરીઝ 'પ્રીતમ એન્ડ પેડ્રો'નું ટ્રેલર લૉંચ, સાયબર ક્રાઈમ અધિકારી અરશદ ભોગ બનશે કે નેટવર્ક પકડશે?

2026-06-17 22:23:00
Author: Mumbai Samachar Team
વેબસિરીઝ 'પ્રીતમ એન્ડ પેડ્રો'નું ટ્રેલર લૉંચ, સાયબર ક્રાઈમ અધિકારી અરશદ ભોગ બનશે કે નેટવર્ક પકડશે?

મુંબઈઃ રાજકુમાર હિરાણીની ફિલ્મોએ પેટ પકડીને હસાવ્યા બાદ એક ગંભીર વિષયને લઈને તેઓ એક વેબસિરીઝ લઈને આવી રહ્યા છે. 'પ્રીતમ એન્ડ પેડ્રો' વેબ સિરીઝની રિલીઝ પહેલા,રાજકુમાર હિરાનીએ તાજેતરમાં ટ્રેલર લોન્ચ સમયે ખુલાસો કર્યો હતો. લોકડાઉન દરમિયાન સાયબર સેલના વિષય પર એક શ્રેણી બનાવવાનો વિચાર આવ્યા જે આજે વેબસિરીઝ રૂપે આપણા સુધી પહોંચી ગયો છે. "કોવિડ દરમિયાન, મને મુંબઈ સાયબર સેલના વડાનો ફોન આવ્યો. તેઓ સાયબર ક્રાઈમ વિશે ફિલ્મ બનાવવા માંગતા હતા, પરંતુ આ વિષય પર કોઈ કામ કરી રહ્યું ન હતું. મેં તેમને આ વિચાર મારી સાથે શેર કરવા કહ્યું, અને કહ્યું કે હું ઘરેથી તેના પર કામ કરી શકું છું." એવું નિર્માતાએ કહ્યું. 

કોણ કોણ છે લીડ રોલમાં?
સર્કિટનું પાત્ર ભજવી ચૂકેલા અરશદ વારસી આ સિરીઝમાં લીડ રોલમાં છે. ઉપરાંત, આ ફિલ્મમાં બોમન ઈરાની, મોના સિંહ અને વિક્રાંત મેસી પણ મુખ્ય ભૂમિકામાં છે. 'સેક્ટર 36' પછી, વિક્રાંત મેસી ફરી એકવાર નેગેટિવ રોલમાં છે. આ સિરીઝ તા. 3 જુલાઈના રોજ જિયો હોટસ્ટાર પર રિલીઝ થશે, હાલમાં આ વેબ સિરીઝનું ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે. આ સિરીઝમાં રાજકુમાર હિરાણીના પુત્ર વીર હિરાણીએ એક્ટિંગ કરી છે. એ એમનો ડેબ્યૂ પ્રોજેક્ટ છે. પારિવારિક અને કોમેડી ફિલ્મ માટે જાણીતા ફિલ્મનિર્માતાએ હવે ઓટીટી પર એન્ટ્રી કરી દીધી છે. પ્રતીમ એન્ડ પેડ્રો આખી સિરીઝ એક સાયબર ક્રાઈમ પર આધારિત છે. ટ્રેલર પરથી કહી શકાય કે, આ કોઈ એક કિસ્સાની વાત નથી. ફિલ્મનિર્માતાએ કહ્યું કે, મારી મુલાકાત અમિત દુબે સાથે થઈ હતી. એમણે મને એક સ્ટોરીબુક આપી હતી.જેમાં એવા આઈડિયા હતા જેના પર સરળતાથી ફિલ્મ બનાવી શકાય. 

નવા અવતારમાં અશરદ વારસી
આ સિરીઝનું મોટાભાગનું શુટિંગ ગોવામાં થયું છે. પણ જે રીતે ટ્રેલર બનાવવામાં આવ્યું છે એમાં એક સિકવન્સ દેખાઈ રહી છે. મેસ્સીનો એક અલગ અવતાર આ સિરીઝીમાં જોવા મળી રહ્યો છે. તસ્કરી જેવી સિરીઝ સફળ થયા બાદ વધુ એક ક્રાઈન થ્રિલર સિરીઝ આવી રહી છે. જેમાં એકથી વધારે કિસ્સાઓ અને ડિજિટલ વર્લ્ડનું જાળું પોલીસ અને ગુનેગાનો બન્નેને હંફાવી દેશે.કોઈ એક સ્ટોરીને કેન્દ્રમાં રાખીને આ સિરીઝ તૈયાર કરવામાં આવી નથી પણ છતાં આખી સિરીઝમાં એક સ્ટોરી સતત ચાલ્યા કરે છે. એક એક પાત્રના અલગ અંદાજથી સ્ટોરીલાઈન અલગ પડે છે. પણ અરશદ વારસીનો અગાઉ ક્યારેય ન જોયો હોય એવો અવતાર આ ફિલ્મમાં જોવા મળી રહ્યો છે.