અમદાવાદઃ ગુજરાતવાસીઓને બફરા અને ઉકળાટથી રાહત મળી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 63 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 63 તાલુકામાં વરસાદ પડ્યો હતો. એક તાલુકામાં 5 ઇંચથી વધારે, 7 તાલુકામાં 2 ઇંચથી વધારે, 7 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. 48 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
ક્યાં કેટલો પડ્યો વરસાદ
મહિસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ 5.79 ઇંચ વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના ભીલોડામાં 2.95 ઇંચ, મહેસાણાના સલતાસણામાં 2.87 ઇંચ, અરવલ્લીના ધનસુરામાં 2.60 ઇંચ, ખેડાના ગળતેશ્વમાં 2.24 ઇંચ, ખેડાના કપડવંજમાં 2.17 ઇંચ, પંચમહાલના ઘોઘંબામાં 2.05 ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં 2.01 ઇંચ વરસાદ પડ્યો હતો.
આ તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ
કડાવલમાં 1.93 ઇંચ, સાઠંબામાં 1.38 ઇંચ, બાયડમાં 1.3 ઇંચ, કઠલાલમાં 1.26 ઇંચ, ગોધરામાં 1.1 ઇંચ, મેઘરજમાં 1.1 ઇંચ, કોઠંબામાં 1.02 ઇંચ વરસાદ પડ્યો હતો.
આ તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ
મોડાસામાં 0.94 ઇંચ, નડિયાદમાં 0.91 ઇંચ, પાલનપુરમાં 0.83 ઇંચ, મહુધામાં 0.83 ઇંચ, માલપુરમાં 0.83 ઇંચ, ખેરાલુમાં 0.79 ઇંચ, ઉમરેઠમાં 0.79 ઇંચ, લુણાવાડામાં 0.75 ઇંચ, ડેસરમાં 0.59 ઇંચ, ઠાસરામાં 0.55 ઇંચ, મોરવા (હડફ)માં 0.51 ઇંચ, ફાગવેલમાં 0.47 ઇંચ, દેવગઢબારીયામાં 0.43 ઇંચ, વિરપુરમાં 0.43 ઇંચ, શામળાજીમાં 0.39 ઇંચ, વિજાપુરમાં 0.35 ઇંચ, શહેરમાં 0.35 ઇંચ, ગોધરમાં 0.35 ઇંચ, દાંતામાં 0.31 ઇંચ, કલોલમાં 0.31 ઇંચ, અમીરગઢમાં 0.28 ઇંચ, છોટાઉદેપુરમાં 0.28 ઇંચ, ધનપુરમાં 0.28 ઇંચ, હાલોલમાં 0.24 ઇંચ, વિજયનગમાં 0.20 ઇંચ, આંકલાવમાં 0.20 ઇંચ, મહેમદાબાદમાં 0.16 ઇંચ, લીમેખડામાં 0.12 ઇંચ, ઇડરમાં 0.12 ઇંચ, તલોદમાં 0.12 ઇંચ, કેશોદમાં 0.12 ઇંત, ખાનપુરમાં 0.12 ઇંચ, સાવલીમાં 0.12 ઇંચ, સંખેડામાં 0.12 ઇંચ, બોડેલીમાં 0.12 ઇંચ વરસાદ પડ્યો હતો.
સિંગવડ, હિંમતનગર, પેટલાદ, વસો, વડોદરા, કવાંટમાં 0.08 ઇંચ તથા નાનાપોંઢા, કલોલ, મેંદરડા, બોરસદ, નવસારીમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી
પ્રાદેશિક હવામાન વિભાગ દ્વારા આજથી બે દિવસ કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.
ગઈકાલે રાત્રે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. એસ.જી. હાઈવે, મકરબા અને સરખેજ સહિતના આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. આ અણધાર્યા વરસાદના કારણે કાળઝાળ ગરમી અને બફારાથી હેરાન થતા સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે. આજે પણ સવારથી વાદળછાયું વાતાવરણ છે.
પરેશ ગોસ્વામીએ શું કરી હતી આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મુંબઈ સમાચારના ટોક શોમાં વરસાદને લઈ આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે, 17-18 જૂનથી ચોમાસાની ફરી હલચલ શરૂ થવાની સંભાવના છે. ગુજરાતમાં વરસાદ મુખ્યત્વે ત્રણ તબક્કામાં (રાઉન્ડમાં) આગળ વધશે. પ્રથમ રાઉન્ડ 17 જૂનથી શરૂ થશે, ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટાં કે સામાન્ય વરસાદ પડશે.
બીજો રાઉન્ડ 22 થી 25 જૂનમાં આવશે. આ સમયગાળામાં ચોમાસું વધુ ઝડપથી આગળ વધશે અને વરસાદનું જોર વધશે. રાજ્યમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ 28 જૂન થી 4 જુલાઈ આવશે. આ રાઉન્ડમાં ખૂબ સારો વરસાદ થશે અને તે ઓલ ઓવર ગુજરાતને કવર કરી લેશે.