Wed Sep 02 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના વખાણ કર્યા, કહ્યું તે ખૂબ શાંત, સંયમિત અને પ્રભાવી નેતા

Evian   2026-06-17 20:06:58
Author: Chandrakant Kanoja
ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના વખાણ કર્યા, કહ્યું તે ખૂબ શાંત, સંયમિત અને પ્રભાવી નેતા

REUTERS/Evelyn Hockstein(REUTERS)


એવિએન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે G-7 સમિટમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમજ તેમણે પીએમ મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે પીએમ મોદી ખૂબ શાંત, સંયમિત અને પ્રભાવશાળી નેતા છે. પરંતુ હું તેમના જેવો નથી. 

 વર્કિંગ લંચ દરમિયાન આ વાત  કહી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ નેતાઓ સાથેના વર્કિંગ લંચ દરમિયાન આ વાત  કહી હતી. તેમણે પોતાની સરખામણી મોદી સાથે કરતા કહ્યું કે, હું વડાપ્રધાન મોદી જેટલો શાંત, સંયમિત અને પ્રભાવશાળી નથી.. જરા તેમણે જુઓ .. 

પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક

આ ઉપરાંત  પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે.  આ  દ્વિપક્ષીય બેઠક દરમિયાન વેપાર, ઉર્જા સહયોગ, H-1B વિઝા, ભૂરાજકીય વિકાસ અને પ્રાદેશિક સુરક્ષા જેવા મુખ્ય મુદ્દાઓ એજન્ડામાં રહેવાની અપેક્ષા છે.

વેપાર સોદા અંગે વાટાઘાટો ચાલુ 

ભારત-અમેરિકાના સંબંધોના સંદર્ભમાં આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે બંને રાષ્ટ્રો વિવાદાસ્પદ મુદ્દાઓના ઉકેલની રાહ જોઇ રહ્યા છે. જેમાં ટેરિફ અને વેપાર સોદાઓ પરના તફાવતો તેમજ હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય ખલાસીઓ પર હુમલાઓથી ઉદ્ભવતા તણાવનો સમાવેશ થાય છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા અંગે વાટાઘાટો હાલમાં ચાલી રહી છે. 

16 મહિના બાદ આ પહેલી મુલાકાત

તેમજ  બંને નેતાઓએ ગ્રુપ ફોટો સેશન અને G7 સમિટમાં વિશ્વ નેતાઓની બેઠક દરમિયાન ટૂંકી વાતચીત કરી હતી. ટ્રમ્પ અને મોદી વચ્ચે 16 મહિના બાદ આ પહેલી મુલાકાત હતી. તેમણે એકબીજાને  હાથ મિલાવીને સ્વાગત કર્યું.