મુંબઈઃ ફિલ્મ સેન્સર બોર્ડે જે ફિલ્મમાં સૌથી વધારે કટ મૂક્યા અને વિવાદ થયો, એક સમયે ફિલ્મનિર્માતા અને સેન્સર બોર્ડ સામસામે આવી ગયા હતા. હવે ફિલ્મનિર્માતા અભિષેક ચૌબેએ ફિલ્મને દસ વર્ષ પૂરા થતા એક ચોંકાવનારો ખુલાસો કરી દીધો છે.આ ખુલાસો કોઈ સામાન્ય નથી. ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટને લીઈને ડાયરેક્ટરે એક મોટી વાત કહી દીધી છે. દસ વર્ષ પછી આ વાત સામે આવતા અનેક પ્રકારની બોલિવૂડમાં ચર્ચા થઈ રહી છે. 'ઉડતા પંજાબ' ફિલ્મ પંજાબના ડ્રગ્સ નેટવર્ક પર આધારિત છે અને આ ફિલ્મ 17 જુન 2016માં રિલીઝ થઈ હતી.આજે 'ઉડતા પંજાબ' ફિલ્મને દસ વર્ષ પૂરા થયા છે. આમ છતા ફિલ્મના ગીત આજે પણ એક યુથના સૌથી વધારે ફેવરિટ છે.
કેમ ફિલ્મને લઈ તાત્કાલિક પગલાં લેવાયા?
આ ફિલ્મમાં કરીના કપૂર, શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં હતા. એ સમયે શાહિદ અને કરીના મોટાકદના કલાકાર તરીકે ઓળખાતા, આ બન્નેની જોડી ઓન સ્ક્રિન અને ઓફ સ્ક્રિન એમ બન્ને રીતે ચર્ચામાં હતી.અભિષેકે ત્યાં સુધી કહ્યું કે, ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટે એવું ન કર્યું હોત તો ફિલ્મ બની શકે એમ હતી જ નહીં. મેં એવું ક્યારેય વિચાર્યું જ ન હતું આ ફિલ્મમાં આટલો વિવાદ થશે અને ફિલ્મ મેઈન સ્ટ્રીમલાઇન પર આવી જશે. મોટા કહેવાતા કલાકારો મારી સ્ક્રિન પર દેખાશે. ફેન્ટમ ફિલ્મે મને આવું કરવાનો ચાન્સ આપ્યો અને ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મને લઈ એક વિવાદ એવો પણ થયો હતો કે, ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય એ પહેલા જ સોશિયલ મીડિયા નેટવર્ક પર લિક થઈ ચૂકી હતી. આ ફિલ્મની રૉ કોપી હતી. પછી યુદ્ધના ધોરણે પગલાં લેવાયા અને ફિલ્મ ઊતારી લેવામાં આવી.
'Udta Punjab' Director Abhishek Chaubey
આ રીતે મળ્યો રિયાલિસ્ટિક ટચ
આ એક એવો સમય હતો કે, પોપ મ્યુઝિકનું એક અલગ કલ્ચર હતું. પંજાબ રાજ્ય પર આ પોપ કલ્ચરની એક અલગ અસર હતી. ખાસ કરીને યુથમાં આવા પોપ કલ્ચરનો એટલો પ્રભાવ હતો કે, તેઓ એના સ્ટારની નકલ કરતા અને એની છાયામાં જીવતા. એ સમયે સુદીપ મારી પાસે આવ્યા અને મને કહ્યું કે, પેપર પરની સ્ટોરીને પંજાબમાં સેટ કરવામાં આવે. મને એનો આઈડિયા ક્લિક થઈ ગયો અને આખું યુનિટ બીજા દિવસે પંજાબ માટે રવાના થઈ ગયું. સિક્કાની બીજીબાજુ એ હતી કે, પંજાબમાં ડ્રગ્સનો નશો એ સમયે પણ સમસ્યા હતી અને આજે પણ છે. એ ડ્રગ્સ પાછું પાકિસ્તાનથી દાણચોરીના માધ્યમથી આવે છે. આમ પંજાબ સાથે સ્ટોરીના એકથી એક એલિમેન્ટ ક્નેક્ટ થયા અને ફિલ્મને એક પંજાબનો રિયાલિટીસ્ટિક ટચ મળી ગયો. મને હજું પણ યાદ છે કે, એ સમયે હું ફિલ્મ ડેઢ ઈશ્કિયાનું એડિટિંગ કરી રહ્યો હતો. એવું અભિષેકે કહ્યું.
સુદીપ શર્માનો આઈડિયા ગમી ગયો
વર્ષ 2013માં મારી મુલાકાત સુદીપ શર્મા સાથે થઈ હતી, મને NH-10 ફિલ્મની આખી સ્ક્રિપ્ટ ખબર હતી, ફિલ્મ તો પસંદ પડી પણ સ્ક્રિપ્ટનો અંદાજ મને ખૂબ જ ગમ્યો હતો. આ જ કારણોસર હું એની સાથે ફિલ્મ પ્રોડક્શનની દુનિયામાં કામ કરવા માગતો હતો અને 'ઉડતા પંજાબ' એ પ્રોજેક્ટની ફિલ્મ બની ગઈ. ડ્રગ્સને આધારિત ફિલ્મ બનાવવી એ નક્કી હતું પણ એને આટલો રિયાલિટી ટચ મળી જશે એવી તો કલ્પના પણ ન હતી.એ સમયે પંજાબ કેન્દ્રમાં ન હતું આખા ઈન્ડિયામાં આવી પ્રવૃતિને લઈને કિસ્સાઓ જોડવાના હતા. આ એક ડાર્ક અને માનસિક રીતે પરીક્ષા કરી લે એવી ફિલ્મ હતી. બની શકે તે દરેકને આ ફિલ્મ પસંદ ન પણ આવી હોય. આ ફિલ્મે ઠીકઠાક કમાણી કરી આપી. આ ફિલ્મ સમગ્ર ઈન્ડસ્ટ્રી માટે એક અભ્યાસના પ્રકરણ સમાન છે.આજે એક ફિલ્મ કરવા માટે કલાકારો કરોડોની રકમ માગે છે. લે છે અને મળે પણ છે. એક રીતે જોઈએ તો આ સમગ્ર ઈન્ડસ્ટ્રી માટે ખતરનાક છે. સ્ટાર્સને તો ફિલ્મના નફામાંથી જે ફાયદો થાય એની રકમ મળવી જોઈએ.
મુખ્ય સ્ટારકાસ્ટે શેની રાહત આપી દીધી?
આ ફિલ્મને લઈને જ્યારે શાહિદ, કરીના અને આલિયાને વાત કરવામાં આવી ત્યારે એમને પણ ફિલ્મનો કોન્સેપ્ટ ગમી ગયો હતો. ફિલ્મ સમગ્રપણ પંજાબમાં શૂટ થશે એ તો પછીથી નક્કી થયું. પંજાબના ખેતર વિસ્તારમાં અને કેટલાક સીન પંજાબના ગ્રામ્ય વિસ્તારના છે. કરીના અને શાહીદે લાઈનઅપ કર્યું અને એ શુટિંગનો પહેલો શેડ્યુલ હતો. આલિયાની પછીથી એન્ટ્રી થઈ હતી. ખાસ વાત એ છે કે, આ ત્રણેય કલાકારોને હકીકત જાણવા મળી ત્યારે ત્રણેય કલાકારોએ પોતાની ફીમાંથી ખાસ્સી એવી રકમ ઓછી કરી નાંખી હતી. જે અમારા માટે મોટીવાત હતી. શાહિદ, કરીના અને આલિયા ત્રણેય આ વાત સાથે સહમત થયા અને પોતાની વાસ્તવિક રકમ કરતા ઘણી ઓછી રકમ તેમણે આ ફિલ્મ માટે લીધી. આ કારણે જ ફિલ્મ સફળ થઈ, બની અને સુપરહિટ પણ બની ગઈ.