ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં આ વર્ષે જુન મહિના સુધી પડેલી ભીષણ ગરમીએ વીજ માગનો રેકોર્ડબ્રેક કરી નાંખ્યો છે. બીજી તરફ વરસાદ મોડો શરૂ થતા ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અસહ્ય ગરમીના કારણે ગુજરાત રાજ્યમાં વીજમાગમાં નોંધપાત્ર વધારો નોંધાય છે. આ વધારાને એક રેકોર્ડ સમાન માનવામાં આવે છે. કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટને કારણે વીજળીની માંગમાં ઘરખમ ઉછાળો આવ્યો છે.રાજ્યમાં કુલ વીજમાગના અત્યારના સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત વીજળી માંગ આટલી વધી છે. ઐતિહાસિક સપાટી પર પહોંચી ગઈ છે, જેના કારણે ઊર્જા વિભાગ પણ ચોંકી ઉઠ્યો છે.
અગાઉના તમામ રેકોર્ડ બ્રેક
ગરમાં વીજ વપરાશનો આ આંકડો અગાઉના તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. આ વર્ષના ઉનાળા દરમિયાન વીજળીની ગામ માંગ 26,600 મોગાવોટની ઐતિહાસિક સપાટી વટાવી ગઈ હતી,જે તે સમયનો સર્વોચ્ચ આંકડો માનવામાં આવે છે. ગયા અઠવાડિયે જ માંગ 27,000 મેગાવોટની સુધી પહોંચી ગઈ હતી. પરંતુ સોમવાર ફરી ગરમી અને ઉકળાટ ચરમસીમાએ પહોંચતા 2000 મેગાવોના નવા સ્તરે પહોંચીને નવો ઇતિહાસ બનાવ્યો હતો. આટલી મોટી માત્રામાં વીજમાગ હોવા છતા રાજ્ય સરકાર વીજળીનો પુરવઠો પૂરો પાડવામાં સફળ રહી છે. સોમવારે પણ પીક અવર્સ દરમિયાન 700 મેગાવોટ વીજળી ખરીદવી પડી હતી. સેન્ટ્રલ સેકટરના પ્રોજેક્ટ, ખાસ કરીને એનટીપીસી તરફથી રાજ્યને એક મોટો હિસ્સો મળી રહ્યો છે.
કંપનીઓએ પણ આપી સરકારને વીજળી
સોમવારે સેન્ટ્રલ સેંક દ્વારા રાજ્યને 9.90 મેગાવોટ વીજળી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, રિન્યુએબલ એન સ્ત્રોતોએ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, જેમાં સોલાર પાવર પ્લાન્ટોનું ઉત્પાદન 7000 મેગાવોટ અને વિન્ડ પાવરનું ઉત્પાદન 4000 મેગાવોટ જેટલું રહ્યું હતું. જીસેક કંપની દ્વારા રાજ્યના માલિકીના પાવર સ્ટેશનોમાંથી પણ સારો એવો પુરવઠો મળી રહી છે. આ ઉપરાંત, અદાણી ગ્રુપ તરફથી 1300 મેગાવોટ, ટાટા પાવરની કોસ્ટ ગુજરાત પાવર લિ. દ્વારા 1000 મેગાવોટ અને એસ્સાર દ્વારા 800 મેગાવોટ વીજળીનું યોગદાન મળ્યું હતું. ગુજરાત રાજ્યમાં વરસાદની ખેંચના કારણે વાવેતર કરવા માટે ખેતીવાડી ક્ષેત્રે વીજળી પૂરી પાડવા માટે તૈયારી દર્શાવી છે. સૂત્રોમાંથી વિગત એવી મળી હતી કે, ખેડૂતોને સરકાર તરફથી 100 મિલિયન યુનિટ વીજળી આપવામાં આવી રહી છે. સોમવારે કૃષિ ક્ષેત્ર માટે 105 મિનિયન યુનિટની વીજળી આપવામાં આવી હતી. જે આશરે 10500 મેગાવોટની આસપાસ થાય છે.