અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો છે. આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યના એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો નથી. દાહોદમાં સૌથી વધુ 0.71 ઇંચ વરસાદ નોંધાયો હતો.
ક્યાં કેટલો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 તાલુકામાં વરસાદ પડ્યો હતો. દાહોદમાં 0.71 ઇંચ, અમદાવાદના ધોળકામાં 0.59 ઇંચ, કપરાડામાં 0.51 ઇંચ, નાનાપોંઢામાં 0.28 ઇંચ, સુબીરમાં 0.24 ઇંચ, કડીમાં 0.20 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાયના તમામ તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો હતો.
આજની શું છે આગાહી
હવામાન વિભાગ મુજબ, આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ મુજબ, અમદાવાદમાં આજે ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. શહેરનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી આસપાસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી આસપાસ રહી શકો છો.
આવતીકાલથી ક્યાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 અને 31 જુલાઈ 2026ના રોજ નર્મદા, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાહોદ, પંચમહાલ, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, વાવ-થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
ઑગસ્ટની શરૂઆતમાં જ ધમાકેદાર બેટિંગની આગાહી
હવામાન વિભાગે ઑગસ્ટની શરૂઆતમાં જ વરસાદની ધમાકેદાર બેટિંગની આગાહી કરી છે. 1 - 2 ઑગસ્ટ 2026 દરમિયાન આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, મોરબી, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ થઇ શકે છે. 3 ઑગસ્ટના રોજ રાજ્યમાં સાર્વત્રિક હળવોથી મધ્ય્મ વરસાદ થવાની શક્યતા છે.