ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. સાર્વત્રિક વરસાદથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. હવામાન ખાતાના આંકડા અનુસાર રાજ્યમાં સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં 210 તાલુકામાં વરસાદ પડ્યો હતો. આણંદના બોરસદમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લા અને તાલુકા પ્રમાણે વાત કરીએ તો સૌથી વધુ આણંદના બોરસદ તાલુકામાં 5.24 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો અમદાવાદના ધોળકામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વડોદરાના કરજણમાં 3.82 ઇંચ, પંચમહાલના ગોધરામાં 3.39 ઇંચ, આણંદના તારાપુરમાં 3 ઇંચ, નવસારીના ગણદેવીમાં 2.91 ઇંચ, ખેડાના નડિયાદમાં 2.80 ઇંચ વરસાદ ખાબક્યો છે.
અન્ય જિલ્લા અને તાલુકા પર નજર નાંખીએ તો ખેડાના માતર તાલુકામા 2.72 ઇંચ, અરવલ્લીના બાયડમાં 2.64 ઇંચ, મેઘરજમાં 2.64 ઇંચ, વડોદરામાં 2.56 ઇંચ, ભરૂચના વાગરામાં 2.40 ઇંચ, સાબરકાંઠાના હિંમતનગરમા 2.32 ઇંચ, જુનાગઢવા માળિયા હાટીનામાં 2.32 ઇંચ, ધનસુરા, દસક્રોઇ, આંકલાવમાં 2.17 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય અરવલ્લીના મોડાસામાં 2.17 ઇંચ, વડોદરાના પાદરામાં 2 ઇંચ, હાલોલમાં 2 ઇંચ, ભરૂચમાં 2 ઇંચ, અમદાવાદ શહેરમાં 2 ઇંચ, જુનાગઢના ભેંસાણમાં 2 ઇંચ, ખેડા જિલ્લાના વસોમાં 2 ઇંચ, રાજુલામાં 1.77 ઇંચ, ખેડાના મહુધામાં 1.69 ઇંચ, અમદાવાદના ધંધુકામા 1.69 ઇંચ, વિજાપુર તાલુકામા 1.65 ઇંચ વરસાદ વરસ્યો છે.
ખેડબ્રહ્મામાં 1.65 ઇંચ, ખેડામાં 1.65 ઇંચ, અમદાવાદના બાવળામાં 1.61 ઇંચ, સાણંદમાં 1.57 ઇંચ, ઉનામાં 1.54 ઇંચ, પેટલાદમાં 1.54 ઇંચ, પ્રાંતિજ, ગળતેશ્વર, લિમખેડામાં 1.46 ઇંચ, ખેડાના કઠલાલમાં 1.38 ઇંચ, સુરેન્દ્રનગરના મુળીમાં 1.30 ઇંચ, ધોલેરામાં 1.26 ઇંચ, વલસાડના પારડીમાં 1.22 ઇંચ, અંકલેશ્વર અને લખતરમાં 1.18 ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 80 ટકાથી વધુ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ રાજ્યમાં સિઝનનો સરેરાશ 80.23 ટકા વરસાદ વરસી ચુક્યો છે. કચ્છમાં 30.79 ટકા, ઉત્તર ગુજરાતમાં 58.56 ટકા, પૂર્વ મધ્યમાં 80.58 ટકા, સૌરાષ્ટ્રમાં 59.28 ટકા, દક્ષિણ ગુજરાતમાં 110.82 ટકા વરસાદ પડ્યો છે.
નર્મદા ડેમ 94 ટકાથી વધુ ભરાયો
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 94.74 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયો તેની કુલ સંગ્રહ ક્ષમતાના 67 ટકા ભરાયેલા છે. રાજ્યમાં 19 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 40 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 25 ડેમ 50 થી 70 ટકા વચ્ચે, 43 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. 79 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.