ગાંધીનગરઃ રાજયમાં આજે મેઘરાજાએ વિરામ લીધો છે. સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં માત્ર બે તાલુકામાં જ ઝરમર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 25 ટકા વરસાદ વરસી ગયો હોવા છતાં એક જિલ્લો કોરોધાકોર છે. આ તાલુકામાં એક ટકા પણ વરસાદ નથી પડ્યો.
કયા જિલ્લામાં સિઝનનો એક ટકા વરસાદ પણ નથી પડ્યો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક ટકા પણ વરસાદ નથી પડ્યો. આ જિલ્લામાં સિઝનનો માત્ર 0.92 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 1.92 ટકા, બનાસકાંઠામાં 7.75 ટકા, જામનગરમાં 9 ટકા, મોરબીમાં 9.57 ટકા વરસાદ વરસ્યો છે.

કયા જિલ્લામાં કેટલા ટકા વરસાદ
ડાંગમાં 37.33 ટકા, નવસારીમાં 42.73 ટકા, વલસાડમાં 32.51 ટકા, સુરતમાં 43.97 ટકા, જૂનાગઢમાં 43.04 ટકા, તાપીમાં 29.35 ટકા, ગીર સોમનાથમાં 39.84 ટકા, અમરેલીમાં 43.76, પંચમહાલમાં 28.89 ટકા, ભાવનગરમાં 33.22 ટકા, ભરૂચમાં 25.84 ટકા, નર્મદામાં 17.36 ટકા, મહીસાગરમાં 25.18 ટકા, બોટાદમાં 23.65 ટકા, વડોદરામાં 17.72 ટકા, અરવલ્લીમાં 15.93 ટકા, મહેસાણામાં 18.92 ટકા, રાજકોટમાં 18.69 ટકા, છોટાઉદેપુરમાં 12.52 ટકા, ખેડામાં 15.59 ટકા, ગાંધીનગરમાં 15.69 ટકા, સુરેન્દ્રનગરમાં 19.92 ટકા, અમદાવાદમાં 17.15 ટકા, પાટણમાં 17.32 ટકા, સાબરકાંઠામાં 11.93 ટકા, પોરબંદરમાં 11.56 ટકા, દાહોદમાં 13.44 ટકા, આણંદમાં 10.74 ટકા, જામનગરમાં 9 ટકા, વાવ-થરાદમાં 11.68 ટકા, મોરબીમાં 9.57 ટકા, બનાસકાંઠામાં 7.75 ટકા, કચ્છમાં 1.92 ટકા અને દેવભૂમિ દ્વારકામાં 0.92 ટકા વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચોઃ સુરતમાં આભ ફાટ્યું ને ટેક્સટાઈલ માર્કેટ ડૂબ્યું, જાણો કેટલા કરોડનું થયું નુકસાન
રાજ્યમાં સિઝનનો કેટલા ટકા વરસાદ પડ્યો
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ પડી ચુક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.69 ટકા, સૌરાષ્ટ્રમાં 27.61 ટકા, પૂર્વ મધ્યમાં 17.31 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.09 ટકા અને કચ્છમાં 1.92 ટકા વરસાદ પડ્યો છે.
સરદાર સરોવર ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાનો 65.83 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયો તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 41.33 ટકા ભરાયેલા છે. રાજ્યમાં 10 ડેમ હાઈ એલર્ટ, 4 ડેમ એલર્ટ અને 11 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં 6 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે 19 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 26 ડેમ 50 થી 70 ટકા વચ્ચે, 48 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. 107 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.