અમદાવાદઃ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 73.23 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 99.89 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છમાં સૌથી ઓછો 29.13 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 55.64 ટકા, પૂર્વ મધ્યમાં 72.26 ટકા, સૌરાષ્ટ્રમાં 55.38 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે.
કયા જિલ્લામાં કેટલો સરેરાશ વરસાદ
- વલસાડઃ 111.81 ટકા
- નવસારીઃ 118.34 ટકા
- ડાંગઃ 96.7 ટકા
- સુરતઃ 103.89 ટકા
- તાપીઃ 82.34 ટકા
- નર્મદાઃ 74.73 ટકા
- ખેડાઃ 92.58 ટકા
- આણંદઃ 92.32 ટકા
- ભરૂચઃ 90.07 ટકા
- પંચમહાલઃ 74.65 ટકા
- અમદાવાદઃ 87.51 ટકા
- મહીસાગરઃ 75.57 ટકા
- જૂનાગઢઃ 55.06 ટકા
- છોટા ઉદેપુરઃ 49.13 ટકા
- વડોદરાઃ 58.57 ટકા
- અમરેલીઃ 73.39 ટકા
- સુરેન્દ્રનગર: 82.46 ટકા
- ગાંધીનગરઃ 61.79 ટકા
- ગીર સોમનાથઃ 45.81 ટકા
- મોરબીઃ 79.72 ટકા
- બોટાદઃ 70.99 ટકા
- ભાવનગરઃ 70.94 ટકા
- મહેસાણાઃ 61.91 ટકા
- સાબરકાંઠાઃ 46.05 ટકા
- પાટણઃ 56.38 ટકા
- અરવલ્લીઃ 45.01 ટકા
- વાવ-થરાદઃ 69.2 ટકા
- બનાસકાંઠાઃ 5076 ટકા
- દાહોદઃ 49.32 ટકા
- રાજકોટઃ 46.62 ટકા
- જામનગરઃ 28.7 ટકા
- પોરબંદરઃ 17.61 ટકા
- કચ્છઃ 29.13 ટકા
- દેવભૂમિ દ્વારકાઃ 6.32 ટકા
રાજ્યના ડેમની શું છે સ્થિતિ
રાજ્યની જીવાદોરી સમાન ગણાતો સરદાર સરોવર ડેમ તેની કુલ સંગ્રહક્ષમતાનો 86.81 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 65.11 ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં 27 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 29 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 34 ડેમ 50 ટકાથી 70 ટકા વચ્ચે અને 46 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 70 ટકાથી વધુ વરસાદ પડ્યો હોવા છતાં રાજ્યના 70 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.
ગુજરાતમાં વરસાદી માહોલ હજી પણ ચાલુ રહેવાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી તારીખ 19 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે તેવી શક્યતાઓ છે. જો કે, આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા વરસાદી ઝાપટાં થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.