અમદાવાદઃ દેશમાં ગુજરાત મોડલની વાતો અને વખાણ કાંઇ એમ જ નથી થતા. ગુજરાત કેમ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે તેનો અંદાજ તમે એક વાયરલ વીડિયો પરથી લગાવી શકો છો. એક પરપ્રાંતીય ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડિયો વાયરલ કરીને તેણે ગુજરાત રાજ્ય અને અહીંની કાયદો-વ્યવસ્થાના જોરદાર વખાણ કર્યા છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સાબિત થાય છે કે "ગુજરાત મોડલ" અને અહીંની સુરક્ષા માત્ર કાગળ પર નથી પરંતુ વાસ્તવિકતા છે, જેમાં પરપ્રાંતીય વાહનચાલકો પણ પોતાને સંપૂર્ણ સુરક્ષિત અનુભવે છે.
સુરત-નવસારીના સુમસામ હાઇવે પર રાત્રીના લગભગ દોઢ કલાકે ટ્રક લઇને જતો ડ્રાઇવર પણ પોતાને એટલો જ સલામત માની રહ્યો છે જાણે કે તે ધોળા દિવસે ટ્રક લઇને ન જતો હોય. ડ્રાઇવરની વાત સાંભળશો તો તમે સમજી જશો કો ગુજરાતમાં ખાલી સલામતીના બણગાં નથી ફુંકાતા પણ ખરેખર ગુજરાત એક સલામત રાજ્ય છે. રાતના સમયે ટ્રક ડ્રાઇવર તો શું બહેન દિકરીઓ પણ બેખોફ બનીને ફરી શકે છે. તો ચાલો સંભાળીએ શું કહે છે આ ડ્રાઈવર...
સોશિયલ મીડિયા પર એક અન્ય રાજ્યના ડ્રાઈવરનો વિડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગુજરાતમાં મળતી અદ્ભુત સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની પ્રશંસા કરી રહ્યો છે. ગુજરાત મોડલની અસલી ઓળખ આપતા આ વિડિયો બાદ લોકો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે. જુઓ આ… pic.twitter.com/2S4n5ssItg
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 30, 2026
અન્ય રાજ્યના ડ્રાઈવરે કર્યા ગુજરાતના વખાણ
સોશિયલ મીડિયા પર એક અન્ય રાજ્યના ડ્રાઈવરનો વિડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગુજરાતમાં મળતી અદ્ભુત સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની પ્રશંસા કરી રહ્યો છે. ગુજરાત મોડલની અસલી ઓળખ આપતા આ વિડિયો બાદ લોકો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે.