ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સત્રમાં રાજ્યમાં હાઈ કોર્ટ ખાલી જગ્યાનો પ્રશ્ન પછવામાં આવ્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું કે, હાઈ કોર્ટમાં 561 જગ્યા ખાલી છે. 58 ટકા જગ્યા બે વર્ષથી ભરાઈ નથી. સરકારે વિધાનસભામાં આપેલા જવાબમાં જણાવ્યું કે, હાઈ કોર્ટમાં 2181 ગ્યાનું મહેકમ મંજૂર થયેલું છે. તેમાંથી 1620 જગ્યા ભરાયેલી છે. 26 ટકા જગ્યા ખાલી છે. કુલ ખાલી જગ્યામાંથી 58 ટકા એટલે કે 237 જગ્યા બે વર્ષ કરતાં વધુ સમયથી ખાલી પડી છે.
રજિસ્ટ્રારથી લઈને સેક્શન ઓફિસરની 234 જગ્યા એક વર્ષથી ખાલી છે. ક્લાસ-1માં રજિસ્ટ્રાર અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની 12-12, ક્લાસ-2માં સૌથી વધુ સેક્શન ઓફિસરની 20, ક્લાસ-3માં સૌથી વધુ નાયબ સેક્શન ઓફિસરની 240 જગ્યા ખાલી છે.
ક્લાસ-4માં સૌથી વધુ અટેન્ડન્ટની 150 જગ્યા ખાલી છે. એકંદ સૌથી વધુ ક્લાસ-3ની 341 જગ્યા ખાલી છે. તેમાં પણ 203 જગ્યા બે વર્ષથી વધુ સમય થયો છતાં ખાલી છે. એક તરફ દેશના દરેક મોટા રાજ્યોની જિલ્લા અને નીચલી અદાલતોમાં 2014 થી 2023 દરમિયાન પડતર કેસની સંખ્યામાં સરેરાશ 86 ટકાનો વધારો થયો છે ત્યારે એકમાત્ર ગુજરાતની જિલ્લા અને નીચલી અદાલતોમાં 9 વર્ષમાં પડતર કેસની સંખ્યામાં 28 ટકાનો ઘટાડો થયો છે.
વર્ગ ભરાયેલી જગ્યા ખાલી જગ્યા
1 231 30
2 243 34
3 813 341
4 333 156
કુલ 1620 561