Sat Aug 22 2026

Logo

ઉદ્યોગના પ્રતિસાદ બાદ જીએસટીએનએ ઈ-વૅ બિલના સુધારા મુલતવી રાખ્યા

2026-07-31 20:01:00
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ઈ-વૅ બિલનાં સુધારાનાં પ્રસ્તાવ અંગે ઉદ્યોગ વર્તુળોનાં પ્રતિસાદ અથવા તો પ્રતિભાવ જાણ્યા બાદ જીએસટી નેટવર્કે પ્રસ્તાવ મુલતવી રાખ્યા હતા. 

આગામી પહેલી ઑગસ્ટથી અમલમાં મૂકવા માટેનાં પ્રસ્તાવિત બે સુધારાઓમાં બિલ ટૂ શિપ ટૂ ટ્રાન્ઝેક્શનમાં `શિપ ટૂ જીએસટીઆઈએન' કેપ્ચ્યોર કરવાનો સમાવેશ થતો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ માલનાં વાસ્તવિક પ્રાપ્તકર્તાની ઓળખ સુધારાવા અને તેની ટ્રેસેબિલિટીને મજબૂત બનાવવાનો હતો. આ સિવાયના બીજા સુધારામાં `સ્વૈચ્છિક બંધ'ની સુવિધાનો હતો. જેમાં કરદાતાને ચોક્કસ પરિસ્થિતિઓમાં સક્રિય ઈ-વૅ બિલ બંધ કરવા સક્ષમ બનાવવાનો હતો. જેમાં ખાસ કરીને જેમાં માલની હેરફેર ન થતી હોય. આ સુધારાઓ અને ઈ-ઈન્વોઈસ ઈઆરપી અને ઈ-ઈન્વોઈસનાં એકીકરણ માટે અનુરૂપ એપીઆઈ ફેરફારો સાથે પણ હતા.
 
આ સંદર્ભે ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (જીએસટીએન)એ જણાવ્યું હતું કે અગાઉ નવમી અને 17મી જૂનનાં રોજ જાહેર કરવામાં આવેલી ઈ-વૅ બિલ સિસ્ટમમાં સુધારાઓની એડવાઈઝરીના પ્રસ્તાવ જે પહેલી ઑગસ્ટથી અમલી બનવાના હતા તે આગામી નોટિસ જારી કરવામાં ન આવે ત્યાં સુધી મુલતવી રાખવામાં આવ્યા છે. 

અર્નેસ્ટ ઍન્ડ યંગ (ઈવાય) ઈન્ડિયા ટેક્સ પાર્ટનરનાં નાં સૌરભ અગરવાલે જણાવ્યું હતું કે પરીક્ષણ દરમિયાન ઘણાં વ્યવસાયોને જાણવા મળ્યું કે પ્રસ્તાવિત શિપ ટૂ જીએસટીઆઈએનની આવશ્યકતાઓ અને સ્વૈચ્છિક ઈ-વૅ બિલ ક્લોઝરની સુવિધા હાલના ઈ-ઈન્વોઈસિંગ અને આઈઆરએન આધારિત ઈ-વૅ બિલ સિસ્ટમની સાથે ખાસ કરીને ઑટો કમ્પોનન્ટ્સ, ઈપીસી અને ઈ-વૅ કોમર્સ જેવાં જટિલ સપ્લાય ચેઈન ધરાવતા ક્ષેત્રોમાં અમલમાં મુકવી મુશ્કેલ છે. જીએસટીએનનો એડવાઈઝરી પાછી ખેંચવાનો નિર્ણય ફક્ત અમલીકરણની સમયરેખા લંબાવવાને બદલે ઉદ્યોગની રજૂઆતો અને વ્યવહારિક અમલીકરણની ચિંતાઓનાં પ્રતિભાવ હોય તેવું જણાય છે. આથી સરકાર આ સુધારાઓને મુલતવી રાખવાને બદલે ઉદ્યોગનાં પ્રતિસાદને આધારે આ ફેરફારોની ડિઝાઈન પર પુનર્વિચાર કરી રહી છે.