Wed May 06 2026

Logo

રમૂજી સવાલના મનમોજી જવાબ

2026-05-06 10:22:11
Author: Darshana Bhavsar
Article Image

દર્શન ભાવસાર

 બંગાળમાં મમતાદીદીએ સત્તા ગુમાવી હવે વિજેતાના રાજ્યભિષેક વખતે એ શું કરશે? 

* કજિયાભિષેક...! 

પહેલવાનને કોની સાથે લડવાનું ના ગમે?

* પાપડતોડ પહેલવાન સાથે... 

લાગણી ભીની કેમ હોય?

 * વ્હાલનો વરસાદ વરસતો હોય એટલે...

લગ્ન પહેલાં આકાશમાંથી તારા તોડવાનું વચન. અને લગ્ન પછી?

* તારે જમીન પર ...લાઈનમાં ઊભા રહેવાનો ઉદ્યમ! 

સુંદરતા પામતા પહેલાં સુંદર કેમ બનવું પડે?

* નહીં તો બ્યૂટી ટ્રીટમેન્ટનો ખર્ચ માથે પડે...

ઝાંઝવાના નીર હોય. તો શરબત કેમ નહીં?

* એમાં ફ્લેવરની માથાકૂટ થાય એટલે...

ઉનાળો અને શિયાળોની જેમ ચોમાળો કેમ નહીં?

* ચોમાસાને નકલ કરવું ન ગમ્યુ માટે..

સૌથી ધારદાર શું?

* પ્રવચન ...

પ્રવચનમાં સૌથી આશાસ્પદ શું ? 

* વચન..

સાસરિયું સોનાની ખાણ તો પિયરિયું?

* પૈસાની ટંકશાળ.

બે ટીચર વચ્ચે ઈલૂ ઈલૂને શું કહેવાય?

* એક્સ્ટ્રા ક્લાસ... 

નેતાજી વિપક્ષની કાર્યકરના પ્રેમમાં પડે તો?

* એને પ્રેમ પોલિટિકસ કહેવાય...

ઘોડાની તેજીલી ચાલ. તો ગધેડાની ?

* પાછલી લાત...

શિક્ષક હવે વિદ્યાર્થીને કેમ મારતાં નહીં હોય?

* એમને ઉપરથી સજા ના થાય એટલે... 

રાત ઓછી ને વેશ ઝાઝાં હોય તો?

* ઓવરટાઈમ કરવો પડે...

ભૂલકણા હોવાનો ફાયદો શું?

* લેણદાર યાદ રાખવા ના પડે...