Wed Sep 09 2026

Logo

નાલાસોપારામાં 1.39 કરોડના કોકેઇન સાથે વિદેશી નાગરિકની ધરપકડ

2026-06-13 17:39:39
Author: Yogesh D. Patel
નાલાસોપારામાં 1.39 કરોડના કોકેઇન સાથે વિદેશી નાગરિકની ધરપકડ

ChatGTP Ai Generated Image


પાલઘર: નાલાસોપારામાં ભાડાના ઘરમાં રહેનારા વિદેશી નાગરિક પાસેથી 1.39 કરોડ રૂપિયાનું કોકેઇન મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તુલિંજ પોલીસ સ્ટેશનના એન્ટિ-ટેરરિઝમ સેલ (એટીસી) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ધરપકડ કરાયેલા વિદેશી નાગરિકની ઓળખ એન’ ગ્યુસેન માર્ક કૉફી ઉર્ફે પીટર ઔક્રાફોર (38) તરીકે થઇ હોઇ તે આઇવરી કોસ્ટનો રહેવાસી છે.

એટીસીની ટીમ ગુરુવારે સાંજે નાલાસોપારામાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને માહિતી મળી હતી કે નાલાસોપારા પૂર્વમાં પ્રગતિનગર ખાતે બસેરા અપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-409માં રહેનારો વિદેશી નાગરિક ડ્રગ્સની તસ્કરી કરે છે.

આ માહિતીને આધારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિદેશી નાગરિકને તાબામાં લીધો હતો. પોલીસ ટીમે ઘરમાં તપાસ કર્યા બાદ વિદેશી નાગરિકની તલાશી લેતાં તેની પાસેથી 1.39 કરોડ રૂપિયાનું કોકેઇન મળી આવ્યું હતું. આથી વિદેશી નાગરિક વિરુદ્ધ તુલિંજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી ડ્રગ્સ ક્યાંથી મેળવતો હતો અને તે કોને વેચતો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.