Sat Sep 12 2026

Logo

મહારાષ્ટ્રની 7 સહીત રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જંગ જામશે! ચૂંટણી પંચે તારીખો જાહેર કરી

2026-02-18 14:29:00
Author: Savan Zalariya
મહારાષ્ટ્રની 7 સહીત રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જંગ જામશે! ચૂંટણી પંચે તારીખો જાહેર કરી

નવી દિલ્હી: આ વર્ષે સંસદના ઉપરના ગૃહ રાજ્યસભામાં 37 બેઠકો ખાલી થવાની છે, આ ખાલી થનારી બેઠકો ભરવા માટે ભારતના ચૂંટણી પંચે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીની જાહેરાત કરી છે.

અહેવાલ મ્યુજ્બ 16 માર્ચ, 2026નાં રોજ 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન યોજાશે, મત મતગણતરી પણ એજ દિવસે થશે. 

મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને બિહારમાં રાજ્યસભા બેઠકો એપ્રિલ મહિનામાં અલગ અલગ તારીખે ખાલી થશે

અગામી રાજ્યસભા ચૂંટણી માટેનું શેડ્યુલ:
1.    26 ફેબ્રુઆરી, 2026 ના રોજ રાજ્યસભા ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે.
2.    5 માર્ચ, 2026 સુધી ઉમેદવારી પત્રક ભરી શકાશે.
3.    6 માર્ચના રોજ ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવામાં આવશે, જ્યારે ઉમેદવારીપત્રો 9 માર્ચ, 2026  સુધી પાછા ખેંચી શકાશે.
4.    16 માર્ચ, 2026 ના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે.
5.    16 માર્ચ, 2026 ના રોજ સાંજે 5 વાગ્યે મતગણતરી શરુ થશે.
6.    20 માર્ચ, 2026 પહેલા સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ની 7, ઓડિશાની 4, તમિલનાડુની 6, પશ્ચિમ બંગાળની 5, આસામની 3, બિહારની 5, છત્તીસગઢની 2, હિમાચલ પ્રદેશની 1, તેલંગાણા 2 અને હરિયાણાની 2 રાજ્યસભા બેઠકો માટે મતદાન યોજાશે.

મહારાષ્ટ્રથી આ સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે:
ડો.ભગવત કિશનરાવ કરાડ, ડૉ.ફૌઝિયા તહસીન અહેમદ ખાન, પ્રિયંકા વિક્રમ ચતુર્વેદી, શરદચંદ્ર ગોવિંદરાવ પવાર, ધૈર્યશીલ મોહન પાટીલ, રજની અશોકરાવ પાટીલ અને રામદાસ બંધુ આઠવલે.

નોંધનીય છે કે રાજ્યસભાના સભ્યપદનો કાર્યકાળ છ વર્ષનો હોય છે, દર બે વર્ષે એક તૃતીયાંશ બેઠકો ચૂંટણીઓ યોજવામાં આવે છે. લોકસભાથી વિપરીત, રાજ્યસભા ક્યારેય વિસર્જન થતી નથી, તેથી જ તેને કાયમી ગૃહ કહેવામાં આવે છે.