મુંબઈ: એક સમયે ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગણાતા અનિલ અંબાણીની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. આજે બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ અનિલ અંબાણીનું ઘર જપ્ત કર્યું છે. મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલા 'એબોડ' નામે ઓળખાતા આ ઘરની કિંમત 3,716 કરોડ રૂપિયા છે. EDએ મની લોન્ડરિંગ કેસની તપાસ હેઠળ આ કાર્યવાહી કરી છે.
અનીલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) એ બેંક સાથે છેતરપિંડી કરી હોવાનાં આરોપોની તપાસના ભાગ રૂપે, અનીલ અંબાણીના ઘરને જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
અનિલ અંબાણીનું 'એબોડ' ઘર 17 માળનું છે અને 66 મીટર ઊંચું છે.
પતિ-પત્નીને સમન્સ:
અહેવાલ મુજબ અનીલ અંબાણીને આવતીકાલે 26 ફેબ્રુઆરીના રોજ પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અંબાણીના પત્ની, ટીના અંબાણીને પણ પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
કૂલ આટલા કરોડની સમાપ્તિ જપ્ત:
EDએ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ સામે બેંક છેતરપિંડી અને નાણાકીય અનિયમિતતાની ફરિયાદોની તપાસ માટે એક ખાસ ટીમની રચના કરવામાં આવી છે. અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ગ્રુપની રૂ.15,700 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
કંપનીઓ લોન ચુકવવામાં નિષ્ફળ:
અનિલ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ગ્રુપની કંપનીઓ સામે ત્રણ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રીપોર્ટ(ECIR) અહેવાલો દાખલ કર્યા છે. RCOM સામે 40,000 કરોડ રૂપિયાની લોન ચુકવવામાં નિષ્ફળ ગઈ હોવાના કેસની તપાસ ચાલી રહી છે.
ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટે આ કથિત છેતરપિંડીની તપાસમાં ED સહિતની અન્ય ફેડરલ એજન્સીઓ દ્વારા ધીમી તપાસ અગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.