Wed Sep 09 2026

Logo

ચૂંટણીનું રણશિંગુ ફૂંકાશે! આજે આટલા વાગ્યે વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર થશે

2026-03-15 11:04:00
Author: Savan Zalariya
ચૂંટણીનું રણશિંગુ ફૂંકાશે! આજે આટલા વાગ્યે વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર થશે

નવી દિલ્હી: આ વર્ષે આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે, એવામાં ભારતના ચૂંટણી પંચે આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ માટે મીડિયા સંસ્થાઓને આમંત્રણ આપ્યું છે, અહેવાલ મુજબ આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે.

જો આજે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીઓની તારીખો જાહેરાત કરવામાં આવશે, તો આદર્શ આચારસંહિતા અમલમાં આવી જશે, મતલબ કે આજથી રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે કોઈ જાહેરાત કરી નહીં કરી શકે.

તમામ રાજ્યો કરતા બંગાળમાં ચૂંટણી પ્રચાર સૌથી વધુ ચર્ચામાં છે, મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ ચોથી વખત બંગાળમાં સરકાર બનાવવામાં ઈચ્છી રહી છે, જ્યારે ભાજપ આ વખતે તૃણમૂલ કોંગ્રેસને પછાડવાનો દાવો કરી રહી છે. બંગાળમાં વિવાદાસ્પદ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પછી આ પહેલીવાર ચૂંટણી  યોજાઈ રહી છે, જેને કારણે રાજકારણ ગરમાયું છે.

તામિલનાડુમાં DMK એમકે સ્ટાલિનની આગેવાની હેઠળ સતત બીજી વખત ચૂંટણી જીતવા તૈયારીઓ કરી રહી છે. એઆઈએડીએમકે અને ભાજપ ગઠબંધન બનાવીને મેદાને ઉતરી છે, અ વખતે ચૂંટણીમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની વાઈલ્ડ કેરળ એન્ટ્રી થઇ છે, તેમનો પક્ષ ટીવીકે લોકોને આકર્ષવા સતત પ્રયાસ કરી રહ્યો છે. 

કેરલમમાં ભાજપ ડાબેરી પક્ષ CPI(M)ના ગઢમાં ગાબડું પાડવા મથી રહ્યું છે, કોંગ્રેસ પણ CPI(M) સામે મેદાને છે. CPI(M)ના પિનરાઈ વિજયનને કેરલમના મુખ્ય પ્રધાન તરીકે બે ટર્મ પૂરી કરી ચુક્યા છે અને તેઓ ત્રીજી ટર્મ જીતવા ઈચ્છે છે. 2024ની લોકસભા ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ આશાસ્પદ છે.

ઉત્તર પૂર્વીય રાજ્ય આસામમાં મુખ્ય પ્રધાન હિમંતા બિશ્વા સરમા ભાજપની મોટી જીત થવાનો દાવો કરી  રહ્યા છે. કોંગ્રેસ કોંગ્રેસ ભાજપને હરાવવા મહેનત કરી રહી છે.