Tue Mar 10 2026

Logo

ઓમાનના દરિયાકાંઠે ઓઈલ ટેન્કર પર ડ્રોન હુમલો: 15 ભારતીય ક્રૂ મેમ્બર્સનો બચાવ...

1 week ago
Author: Mumbai Samachar Team
Article Image

Rula Rouhana/Reuters


ઓમાનમાં પહેલી વખત હોર્મુજની ખાડીમાં ઓઈલ ટેન્કર પર હુમલો, ભારતીય નાગરિક હતા સવાર

નવી દિલ્હીઃ તહેરાન પર અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલા પછી મિડલ ઈસ્ટમાં વધારે તણાવનું નિર્માણ થયું છે. ઈરાને પણ વળતી કાર્યવાહીમાં અમેરિકન સેનાની છાવણીઓને નિશાન બનાવી છે ત્યારે આજે ઓમાનના મુસંદમ ટાપુ નજીક હોર્મુજની ખાડીમાંથી પસાર થનારા ઓઈલ ટેન્કર પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ચાર લોકોને ઈજા પહોંચી છે.

ઈરાન દ્વારા ઓઈલ ટેન્કર પર હુમલો કર્યા પછી સ્કાઈલાઈટ ટેન્કર પર સવાર તમામ ક્રૂ સહિત અન્ય લોકોને ઓમાનના મેરિટાઈમ સિક્યોરિટીએ સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે, જેમાં 15 ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે, જ્યારે પાંચ ઈરાની પણ ક્રૂ તરીકે સમાવેશ થાય છે. 20માંથી લગભગ ચાર લોકોને ઈજા પહોંચી છે.

આ રેસ્ક્યૂ ઓપરેશન રોયલ નેવી ઓફ ઓમાન અને અન્ય સુરક્ષા એજન્સી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. તમામ ક્રૂને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર આપવમાં આવી છે. અહીં એ જણાવવાનું કે ઓમાનના મહત્ત્વના પોર્ટ દુક્મની નજીક ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. અહીંના વિસ્તારમાં પહેલી વખત લશ્કરી તણાવ વચ્ચે ઓમાન નજીક કોઈ જહાજને ટાર્ગેટ કરવામાં આવ્યું છે.

આ જહાજ પર કઈ રીતે અને કોણે હુમલો કર્યો એના અંગે કોઈ નક્કર માહિતી મળી નથી, પરંતુ અમેરિકા-ઈઝરાયલની સંયુક્ત કાર્યવાહીમાં ઈરાનને ટાર્ગેટ કરવામાં આવ્યું એના પછી ઈરાનના રેડિયો મેસેજ મારફત ખાડીમાંથી પસાર થનારા જહાજોને ધમકી આપવામાં આવી છે. વર્તમાન હાલાતની લઈ ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જારી કરીને નાગરિકોને સતર્ક અને સાવધ રહેવાની સલાહ આપી છે. કતાર, તેલ અવીવ દૂતાવાસ અને પેલેસ્ટાઈનમાં હાજર પ્રતિનિધિઓને જરુરી દિશાનિર્દેશની સાથે ઈમરજન્સી નંબર પણ આપવામાં આવ્યા છે. ઉપરાંત, સુરક્ષિત જગ્યાએ રહેવાની અપીલ કરી છે.