Mon Jul 27 2026

Logo

દિલ્હીમાં હવામાન પલટાયું: પ્રદૂષણ ઘટતા AQIમાં સુધારો, આગામી દિવસોમાં વરસાદની આગાહી સાથે 'યલો એલર્ટ'...

2026-03-17 20:16:04
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં હવામાન એકાએક પલટાતા પ્રદૂષણનું સ્તર ઘટી રહ્યું છે. આવનારા દિવસોમાં દિલ્હીમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે, જો વરસાદ થયો તો દિલ્હીવાસીઓને બફારા અને ગરમીમાંથી આંશિક છુટકારો મળશે.હવામાનની સ્થિતિને ગંભીરતાથી લઈને દિલ્હી વહીવટી તંત્રએ ગ્રેડેડ રિસપોન્સ એક્શન પ્લાનના પહેલા તબક્કાને દૂર કરી દીધો છે, જે આ વર્ષે પહેલીવાર લાગુ થયું હતું. 

AQI સુધર્યો
દિલ્હીમાં પંદરમી માર્ચ પછી એક્યુઆઈ (AQI) સુધર્યો સુધર્યો હતો. પ્રદૂષણનું સ્તર એકાએક નીચું આવ્યું હતું.એ પછી AQI 119 નોંધાયો હતો, જે સામાન્ય શ્રેણીમાં આવે છે. છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઘટી રહ્યું છે. હવા ચોખ્ખી થઈ રહી છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર સોમવારે AQI 119 નોંધાયો હતો. 
અધિકારી એ જણાવ્યું હતું કે સતત પવન અને હળવા વરસાદે પ્રદૂષણનું સ્તર નીચું લાવી દીધું છે. આ સાથે IMD અને IITMના પૂર્વાનુમાનની સમીક્ષા બાદ હાલમાં દિલ્હીનું વાતાવરણ સારૂ છે. ગ્રેડેડ રિસપોન્સ અંતર્ગત આપવામાં આવેલી રાહત થોડા સમય પૂરતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

પ્રદૂષણ કંટ્રોલ કરવા પ્લાન
સરકારનો પ્રદૂષણ કંટ્રોલ કરવાનો એક્શન પ્લાન છે. દિલ્હીમાં પ્રદૂષણ ચિંતાજનક રીતે ફરી ન વધે એ માટે સરકાર અનેક પ્રયાસ કરી રહી છે, જે યોજના પૈકી ગ્રેડેડ રીસ્પોન્સ પ્લાન એ પૈકીનો એક છે. અઢારથી 20 માર્ચ વચ્ચે દિલ્હીમાં હળવો વરસાદ થઈ શકે છે. 20 માર્ચના રોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે ભારે પવન ફૂંકાશે અને વરસાદ પણ પડશે. આનાથી તાપમાનમાં ત્રણથી 4 ડિગ્રી નીચે ઊતરી શકે છે. જોકે, દિવસ દરમિયાન થોડો ગરમાવો વર્તાય શકે છે. માત્ર દિલ્હી જ નહીં, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 

ઉત્તરાખંડમાં હિમવર્ષા
આ વર્ષે માર્ચ મહિનામાં ઉત્તરાખંડમાં હિમવર્ષા થઈ છે, જેને લઈને પૂર્વોત્તર રાજ્યના હવામાનમાં પલટો આવી રહ્યો છે. લેહ લદ્દાખ અને શ્રીનગર જેવા પહાડી શહેરોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. મનાલીમાં હિમવર્ષાને કારણે 1000થી વધારે વાહનો અટવાયા હતા, જ્યારે અટલ ટનલ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. બીજી તરફ દિલ્હીમાં મેઘાવી માહોલ સર્જાતા પ્રવાસીઓને મોજ પડી જશે. માત્ર દિલ્હી જ નહીં હિમાચલ પ્રદેશના શહેરોમાં પણ વરસાદ વાતાવરણમાં પલટો લાવી શકે એમ છે.