Fri Sep 04 2026

Logo

ચેન્નઈના કમ્બોજની છેલ્લે બે બૉલમાં બે વિકેટઃ લખનઊએ આઠ વિકેટે બનાવ્યા 203 રન

2026-05-10 17:55:04
Author: Ajay Motiwala
ચેન્નઈના કમ્બોજની છેલ્લે બે બૉલમાં બે વિકેટઃ લખનઊએ આઠ વિકેટે બનાવ્યા 203 રન

ચેન્નઇઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમે અહીં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટના ભોગે બનાવેલા 203 રનના સન્માનજનક સ્કોર સાથે દાવ પૂરો કર્યો હતો.

જૉસ ઇંગ્લિસ (85 રન, 33 બૉલ, છ સિક્સર, દસ ફોર)એ ઓપનિંગમાં મિચલ માર્શ (10 બૉલમાં 10 રન) સાથે 77 રનની ભાગીદારીથી 200-પ્લસના સ્કોર માટે મજબૂત પાયો નાખી આપ્યો હતો અને પછીથી નીચલા મિડલ-ઑર્ડરમાં શાહબાઝ અહમદ (43 નૉટઆઉટ, પચીસ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)એ રનમશીનને વેગ આપીને ટીમના ટોટલને 200 પાર કરાવ્યું જ હતું.

20મી ઓવર ચેન્નઈના પેસ બોલર અંશુલ કમ્બોજે કરી હતી જેના ચોથા-પાંચમા બૉલમાં અનુક્રમે હિમ્મત સિંહ અને મોહમ્મદ શમીએ વિકેટ ગુમાવી હતી અને કમ્બોજને હૅટ-ટ્રિક મળે એવી સ્થિતિ સર્જાઈ હતી.

જોકે શાહબાઝે ઇનિંગ્સના અંતિમ બૉલ પર છગ્ગો ફટકારીને લખનઊનો સ્કોર 203 રન પર પહોંચાડી દીધો હતો. ચેન્નઈના જૅમી ઑવર્ટને ત્રણ, કમ્બોજે બે અને નૂર અહમદે એક વિકેટ લીધી હતી. લખનઊ આ મૅચ હારશે તો સત્તાવાર રીતે પ્લે-ઑફની રેસની બહાર થઈ જશે.