Sat Mar 14 2026

Logo

કવર સ્ટોરીઃ ટ્રમ્પનું ટૅરિફ ટર્બ્યુલન્સ...

2 weeks ago
Author: Nilesh Vaghela
Article Image

નિલેશ વાઘેલા

અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ડોનલ્ડ ટ્રમ્પે આડેધડ લાદેલી ટૅરિફને ગેરકાયદે ઠેરવીને વિશ્વભરના દેશોને રાહત આપી છે. અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને સ્પષ્ટ ભાષામાં જણાવ્યું છે કે તેણે અધિકાર રેખાની બહાર જઇને લાદેલા ટેરીફના આદેશોને કાયદાની મંજૂરી નથી. આમ તો ટ્રમ્પે જ્યારથી ટેરીફ વોર શરૂ કરી છે ત્યારથી વિશ્વના જે દેશો પર આ વધારાની જકાત લાદવામાં આવી તેના કરતાં વધુ વિરોધ ખૂદ અમેરિકામાં થઇ રહ્યો હતો. 

આ રીતે આયાત ખર્ચ વધવાને કારણે અમેરિકાના આયાતકારો, વિતરકો, વિક્રેતા અને ગ્રાહકો તમામ વર્ગ પરેશાન હતા. ભારત પર ખાસ કરીને ટ્રમ્પને પહેલેથી જ દાઝ હોવાથી રશિયન ક્રૂડની આયાતના ‘ગુના’ને ટાંકીને ભારત પર સૌથી વધુ ટેરિફ લાદવામાં આવી હતી. ચીન સામે આંગળી ચીંધતા જાણે ડ્રેગનનો ડર લાગતો હોય એમ લક્ષ્યાંક ભારત પર જ સધાયું હતું અને ભારતને ટૅરિફ ટેરરિસ્ટ દેશ પણ ગણાવ્યો હતો. 

ભારતના જીડીપીમાં અમેરિકામાં થતી નિકાસનો કોઇ બહુ મોટો હિસ્સો ના હોવા છતાં ભારતે ચીન જેવું વલણ અપનાવવાનું કેમ ટાળ્યું હતું એ તર્કમાં બેસતું નથી! ખેર યુરોપિયન સંઘ સાથે ‘મધર ઓફ ઓલ ડીલ’ આકાર પામ્યા બાદ ભયભીત થયેલા ટ્રમ્પે ભારત સાથે 18 ટકાના જકાત સ્તરે વાટાઘાટો આગળ વધારી અને સદ્ભાગ્યે તેના પર અંતિમ સહીસિક્કા થાય એ પહેલા સુપ્રીમે કોરડો વીંઝી દીધો છે. 

એ વાત નોંધવી રહી કે ટ્રમ્પ મીયાંએ પડવા છતાં ટાંગ ઊંચી રાખીને કહ્યું છે કે, જે વીસેક દેશ સાથે ટ્રેડ ડીલ થઇ છે, એમના પર જકાતના ઊંચા દર જ લાગુ રહેશે. વાત જોકે તર્કસંગત જણાય છે કારણ કે, દ્વીપક્ષીય વ્યાપાર સોદામાં જે તે દેશે જકાતની શરતો મંજૂર રાખી છે અને તેમના દુર્ભાગ્યે અમેરિકાની સર્વોચ્ચ અદાલતનો ચુકાદો પાછળથી આવ્યો છે. 

અદાલતનો ચુકાદો આવતા યુરોપના કેટલાક દેશોએ અમેરિકા સાથેના સોદાને સ્થગિત કરવાની હિલચાલ શરૂ કરી છે. જોકે આ હિલચાલથી નારાજ ફતવાબાજ ટ્રમ્પે અદાલતની લપડાક ખાધા છતાં એવી ચીમકી ઉચ્ચારી છે કે જો કોઇ દેશ ઉપરોક્ત ચુકાદાનો આધાર લઇને ટ્રમ્પ સાથે કોઇ ગેમ રમવાની કોશીશ કરશે તો તે અન્ય કાયદાઓનો આધાર લઇને તે દેશો પર વધુ વિકરાળ જકાત ઠપકારશે! 

આ તો જોકે ભવિષ્યની વાત થઇ પરંતુ એક સમાચાર અનુસાર સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રમ્પ ટૅરિફને ગેરકાયદે જાહેર કરાયા બાદ હવે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન 24 ફેબ્રુઆરીથી ભારત સહિતના કોઇપણ દેશ પાસેથી થતી આયાત પર માત્ર 10 ટકા ટેરિફ વસૂલ કરશે અને આ જકાત એક્ઝેમ્પ્ટેડ આઇટમ સિવાયની આયાત પર લાગુ થશે. 

નોંધવું રહ્યું કે આ દર ટ્રમ્પે જાહેર કતરેલા 15 ટકાના દર કરતા ઓછો છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલમાં વ્હાઇટ હાઉસના અધિકારીને એવું કહેતા ટાંકવામાં આવ્યા છે કે જકાત દર પાછળથી વધારીને 15 ટકા કરવામાં આવશે, જોકે, આ કથનને સત્તાવાર સમર્તન મળ્યું નથી. 

ટ્રમ્પે આ ટૅરિફ આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (આઇઆઇઇપીએ)ે હેઠળ લાદી હતી, પરંતુ અદાલતે તેને રદ જાહેર કરી છે. ભારત માટે આ એક સારા સમાચાર છે, આપણા ઉત્પાદનો હવે અમેરિકાના બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે. ટ્રમ્પે પહેલા 10 ટકાની જાહેરાત બાદ 15 ટકાની ટૅરિફનું ઉચ્ચારણ કર્યું છે, પરંતુ તે અગાઉની 25 ટકા અને ત્યારબાદ ટ્રેડ ડીલ હેઠળની 18 ટકા ટૅરિફ કરતાં ઓછી છે. 

ભારતીય પોલિસી મેકર્સ હવે અમેરિકા સાથેના વેપાર કરારની શરતો પર નવેસરથી વિચારણા કરી રહ્યા છે. અમેરિકાએ ભારત પર ટૅરિફ લાદવાનું એવું કારણ આપ્યું હતું કે ભારત અમેરિકાના ઉત્પાદનો પર ઊંચા ટૅરિફ લગાવે છે. ટ્રમ્પના ટૅરિફને રદ કરવાના અદાલતના ચુકાદાથી ભારતને કેટલીક રાહત મળી છે, પરંતુ તેની લાંબા ગાળાની અસરો હજુ પણ સ્પષ્ટ નથી. ભારતીય વ્યાપારીઓ અને નીતિનિર્માતાઓ હવે અમેરિકા સાથેના વેપાર કરારની શરતો પર ફરી વિચાર કરી રહ્યા છે. 

અમેરિકાના સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી ભારતને કેવી અસર થશે તે હજુ પણ સ્પષ્ટ નથી, પરંતુ તે એક સારા સમાચાર છે કે ભારતીય ઉત્પાદનો હવે અમેરિકાના બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે.

ક્યા ઉદ્યોગોને ફાયદો થઇ શકે? 

1. ફાર્માસ્યુટિકલ્સ: ભારતીય ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓને ફાયદો થશે, કારણ કે તેમના ઉત્પાદનો હવે અમેરિકાના બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે. ભારતીય ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ અમેરિકાના બજારમાં 20 ટકા હિસ્સો ધરાવે છે.

2. આઇટી સર્વિસીસ: આઇટી સેવાઓને ફાયદો થશે, કારણ કે અમેરિકાના બજારમાં તેમની સેવાઓ વધુ સ્પર્ધાત્મક બનશે. ભારતીય આઇટી ઉદ્યોગ અમેરિકાના બજારમાં 5ચાસ ટકા હિસ્સો ધરાવે છે.

3. કેમિકલ્સ અને એન્જિનિયરિંગ: કેમિકલ્સ અને એન્જિનિયરિંગ ઉદ્યોગોને ફાયદો થશે, કારણ કે તેમના ઉત્પાદનો હવે અમેરિકાના બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે. ભારતીય રસાયણો અને એન્જિનિયરિંગ ઉદ્યોગ અમેરિકાના બજારમાં 15 ટકા હિસ્સો ધરાવે છે.

4. ટેક્સટાઇલ્સ અને હેન્ડલૂમ્સ: ટેક્સટાઇલ્સ અને હેન્ડલૂમ્સ ઉદ્યોગોને ફાયદો થશે, કારણ કે તેમના ઉત્પાદનો હવે અમેરિકાના બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે. ભારતીય ટેક્સટાઇલ્સ અને હેન્ડલૂમ્સ ઉદ્યોગ અમેરિકાના બજારમાં 10 ટકા હિસ્સો ધરાવે છે. 

અર્થતંત્ર પર અસર
અમેરિકાના સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી ભારતીય અર્થતંત્રને ફાયદો થવાની શક્યતા છે. ભારતીય ઉદ્યોગોને ફાયદો થશે, જેનાથી અર્થતંત્રને વેગ મળશે. અમેરિકાના બજારમાં ભારતીય ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક બનશે, જેનાથી ભારતીય નિકાસમાં વધારો થશે અને પરિણામે વેપાર ખાધમાં ઘટાડો થશે. 

નિષ્કર્ષ

અમેરિકાના સર્વોચ્ચ અદાલતના ટ્રમ્પના ટૅરિફ પરના ચુકાદાથી ભારતીય ઉદ્યોગોને ફાયદો થવાની શક્યતા છે. ખાસ કરીને ભારતીય ફાર્માસ્યુટિક્લ, આઇટી સર્વિસિસ, કેમિકલ અને એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ્સ અને હેન્ડલૂમ્સ ઉદ્યોગોને ફાયદો થશે. અમેરિકાના બજારમાં ભારતીય ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક બનશે, જેનાથી ભારતીય નિકાસમાં વધારો થશે. 

આ ચુકાદાથી ભારતીય અર્થતંત્રને ફાયદો થવાની શક્યતા છે. ભારત સરકારે આ તકનો ઉપયોગ કરીને ભારતીય ઉદ્યોગોને વધુ સશક્ત બનાવવા માટે કામ કરવું જોઈએ. જોકે, કોઇપણ પગલું લેતાં પહેલા ટ્રમ્પે અન્ય કાયદાઓનો ઉપયોગ કરીને ઊંચી જકાત પડાવવાની જે ચીમકી ઉચ્ચારી છે તેનું પણ વિશ્ર્લેષણ કરવું અનિવાર્ય છે.