Mon Jul 27 2026

Logo

ઉનાળાના વેકેશનમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા સીએમ યોગી આદિત્યનાથે વાલીઓને કરી ખાસ અપીલ, સાંભળીને તમે પણ...

2026-05-29 12:58:00
Author: Darshana Visaria
Article Image

હાલમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બાળકો અને વાલીઓને આપેલો એક સંદેશ લોકોમાં ચર્ચાનું કારણ બન્યું છે. સીએમ યોગીએ વાલીઓને અપીલ કરી છે કે ઉનાળાનું વેકેશન એ માત્ર આરામ કરવાનો સમય નથી, પરંતુ બાળકોના વ્યક્તિત્વ વિકાસ અને તેમને સંસ્કારો આપવાની એક સુવર્ણ તક છે. ચાલો જોઈએ શું કારણ છે સીએમ યોગીની આ અપીલ પાછળ...

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પોતાના આ ખાસ મેસેજમાં સ્માર્ટફોનના આજના સમયમાં બાળકોના ભવિષ્ય અને પારિવારિક સંબંધોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે વાલીઓને બાળકોને ગેજેટ્સની આભાસી દુનિયામાંથી બહાર લાવી પ્રકૃતિ અને પરિવારની નજીક લાવવા આગ્રહ કર્યો છે.

મોબાઈલ છોડો, મોસાળની રાહ પકડો
મુખ્ય પ્રધાને ખાસ કરીને વાલીઓને બે મોટી અને મહત્વની બાબતો પર ધ્યાન આપવા જણાવ્યું હતું. તેમણે બાળકોના માતા-પિતાને અપીલ કરી હતી કે વેકેશનમાં વાલીઓ પોતાના બાળકોને તેમના મોસાળ (નાના-નાનીના ઘરે) અને દાદા-દાદીના ઘરે ચોક્કસ લઈને જાય. સંયુક્ત પરિવારમાં રહેવાથી બાળકો કૌટુંબિક બોન્ડિંગ, પરંપરાઓ અને સંસ્કારો ખૂબ જ સહજતાથી શીખે છે. 

આજના બાળકો દિવસભર મોબાઈલ સ્ક્રીન સામે બેસી રહે છે. મુખ્ય પ્રધાન યોગીએ વાલીઓને અપીલ કરી છે કે બાળકોને મોબાઈલ ફોનથી બિલકુલ દૂર રાખવામાં આવે અને તેમને કુદરતની નજીક લઈ જઈ નવી વસ્તુઓ શીખવા માટે પ્રેરિત કરવા જોઈએ. 

વેકેશનને બનાવો વ્યક્તિત્વ વિકાસનું માધ્યમ
સીએમ યોગી આદિત્યનાથના મતે, વેકેશન દરમિયાન બાળકોના સમયનો સદઉપયોગ થવો જોઈએય આ સમય દરમિયાન બાળકોને કોઈ નવો શોખ, ચિત્રકામ, સંગીત, રમતગમત કે નવી ભાષા શીખવા માટે પ્રોત્સાહિત કરો. આ ઉપરાંત માતા-પિતાએ બાળકો સાથે બેસીને વાતો કરવી જોઈએ, વાર્તાઓ સંભળાવવી જોઈએ, જેથી તેમની અંદર નૈતિક મૂલ્યો અને સંસ્કારોનું સિંચન થઈ શકે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ પ્રકૃતિની વચ્ચે સમય વિતાવવાથી અને વડીલોના આશીર્વાદ મેળવવાથી બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ ખૂબ જ સારો થાય છે, એવો મંતવ્ય પણ સીએમ યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યો હતો.