Fri May 01 2026

Logo

ચીને ઓસ્ટ્રેલિયાની મુશ્કેલી વધારી, જેટ ફયુલના સપ્લાઈને અટકાવ્યો...

beijing   2026-03-15 17:40:33
Author: Chandrakant Kanoja
Article Image

Australia Aviation


બેઈજિંગ: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા દરમિયાન હવે ચીને ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. જેમાં ચીને ઓસ્ટ્રેલિયા કરવામાં આવતા જેટ ફયુલના સપ્લાઈને રોકી દીધો છે. કારણ કે ઓસ્ટ્રેલિયા પોતે જ જેટ ફયુલ નિર્મિત નથી કરતું તે અન્ય દેશો પાસેથી આયાત કરે છે. જેમાં ચીન પાસેથી 32 ટકા જેટ ફયુલ આયાત કરે છે.  તેમજ જો ચીન ઓસ્ટ્રેલિયાને જેટ ફયુલ સપ્લાઈ નહી કરે તો ઓસ્ટ્રેલિયાએ અન્ય દેશો જેવા કે, દક્ષિણ કોરિયા, તાઈવાન, સિંગાપુર, મલેશિયા અને ભારત પાસેથી જેટ ફયુલની આયાત કરવી પડશે. પરંતુ હાલમાં આ અમેરિકા ઈરાન યુદ્ધના લીધે સમગ્ર વિશ્વમાં ક્રુડ ઓઈલની સપ્લાઈ ચેન ખોરવાઈ છે.

ઓસ્ટ્રેલિયા પાસે 29-32 દિવસનો જેટ ફયુલ સ્ટોક 

હાલના સમયે ઓસ્ટ્રેલિયાની સ્થિતી સમજીએ તો, ઓસ્ટ્રેલિયા પાસે જેટ ફયુલ સ્ટોક ઓછો છે. જેમાં માર્ચ 2026 સુધી 29-32 દિવસનો જેટ ફયુલ સ્ટોક છે. એટલે કે 802 મિલીયન લીટર જેટ ફયુલ છે. આ જેટ ફયુલનો ઓનશોર સ્ટોરેજ એટલે કે ઓસ્ટ્રેલિયાના જહાજો પર છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા 90 દિવસના સ્ટોક પાઈલ નિયમનું પાલન નથી કરતું. તેથી તે આંતરરાષ્ટ્રીય મદદ મેળવવા માટે અસમર્થ છે. 

કોમર્શિયલ ઉડાન પર કાપ મુકવામાં આવી શકે છે

જોકે, ચીનના આ પગલાની સીધી અસર ઓસ્ટ્રેલિયાના એવિએશન સેક્ટર પર પડશે. તેમજ જો જેટ ફયુલમાં ઘટાડો થશે તો ઉડાનો પર  તેની અસર થશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર પણ જેટ ફયુલનો સીમિત સ્ટોક હોય છે. જોકે, જેટ ફયુલના સ્ટોકની કટોકટી સર્જાશે તો જરૂરી અને સૈન્ય ઉડાનને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમજ કોમર્શિયલ ઉડાન પર કાપ મુકવામાં આવી શકે છે.