Wed Jun 17 2026

Logo

એરપોર્ટ પર ચેક-ઇન સોફ્ટવેર ઠપ્પ! ફ્લાઈટ્સ ડીલે, મુસાફરો અટવાયા

2026-02-19 13:07:00
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: આજે ગુરુવારે સવારે દેશના કેટલાક એરપોર્ટ પર સોફ્ટવેર સમસ્યા કારણે મુસાફરો હેરાન થયા હતાં, અહેવાલ મુજબ એલાઈન્સ સોફ્ટવેર દ્વારા મુસાફરોનું ચેક ઇન કરી શકતી ન હતી, આ સમસ્યા 40 મિનિટથી વધુ સમય સુધી ચાલી હતી, આ સમસ્યાને કારણે સંખ્યાબંધ ફ્લાઈટ્સ ડીલે થઇ છે.
અહેવાલ મુજબ આઉટેજને ચેક-ઇન સોફ્ટવેર નેવિટેર સવારે 6.45 વાગ્યે ઠપ્પ થઇ ગયો હતો, થોડી મિનીટ્સ બાદ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.  સવારે 7.28 વાગ્યા સુધી ચેક-ઇન  સિસ્ટમ ચાલુ થઇ ગઈ હતી.

આ સમસ્યાને કારને ડોમેસ્ટિક, એશિયા-પેસિફિક (APAC) પ્રદેશ અને યુરોપની એરલાઇન્સને અસર પહોંચી છ. અહેવાલો મુજબ ઈન્ડિગો, એર ઈન્ડિયા એક્સપ્રેસ, સ્પાઈસજેટ અને અકાસા એરની ફ્લાઈટ્સને અસર થઈ હતી, કેટલીક ફ્લાઈટ્સ ડીલે થઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ એરલાઇન્સના શેડ્યુલને કોઈ ગંભીર અસર નથી થઇ. 

એરલાઇન્સ તરફથી હજુ સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યા નથી.
તાજેતરમાં જ સર્જાઈ હતી સમસ્યા:
નોંધનીય છે કે ગત વર્ષે ડિસેમ્બરમહિનામાં "થર્ડ-પાર્ટી સિસ્ટમ"માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે કેટલાક એરપોર્ટ પર ચેક-ઇનમાં તફલીફ પડી હતી, પરિણામે અનેક એરલાઇન્સની ફ્લાઇટ્સ મોડી પડી હતી. 

ગત વર્ષે નવેમ્બર મહિનામાં દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ(IGIA) પર ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ (AMSS) માં ટેકનિકલ સમસ્યાને કારણે કામગીરી ખોરવાઈ જતાં 400 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી.