Fri May 29 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 28 May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-05-28 08:20:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-05-28 19:59:41

વિનેશ ફોગાટને મળેલી છૂટ વિરુદ્ધ ફેડરેશનની સુપ્રીમમાં પિટિશન

2026ની એશિયન ગેમ્સ માટેની કુસ્તીબાજોની શનિવારે જે સિલેક્શન ટ્રાયલ યોજાવાની છે એમાં ભાગ લેવા માટે ઑલિમ્પિયન રેસલર વિનેશ ફોગાટને દિલ્હી હાઈ કોર્ટે આપેલી છૂટ સામે રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા સર્વોચ્ચ અદાલતમાં સ્પેશ્યલ લીવ પિટિશન નોંધાવી છે. ફેડરેશનના મતે `બાવીસમી મેએ વડી અદાલતે ફોગાટને છૂટ આપતો જે આદેશ બહાર પાડ્યો એ `પ્રથમ દૃષ્ટિએ ગેરકાનૂની' છે અને વિનેશની તરફેણમાં નિર્દેશો બહાર પાડવામાં આવ્યા એ પહેલાં ફેડરેશનને વિગતવાર પ્રત્યુત્તર આપવા માટે પૂરતી તક જ નહોતી અપાઈ. સિલેક્શનને લગતા માપદંડ મુજબ વિનેશ ટ્રાયલમાં ભાગ લેવા માટે પાત્ર છે જ નહીં.'

2026-05-28 19:40:15

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાએ રેકોર્ડ તોડ્યો, અત્યાર સુધી 22. 75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

ઉત્તરાખંડમાં ભારે ઉત્સાહ સાથે ચાર ધામ યાત્રા ચાલી રહી છે. જોકે,  આ વખતે ચારધામ યાત્રા રેકોર્ડ તોડી રહી છે. જેમાં અત્યાર સુધી કુલ 22. 75 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે.  જેમાં  8,75,000 લોકોએ કેદારનાથ ધામની મુલાકાત લીધી છે. જ્યારે 6,13,000 ભક્તો બદ્રીનાથ ધામ પહોંચ્યા છે.

2026-05-28 17:13:34

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા રાજીનામા બાદ રાજ્યસભાની ઓફર ફગાવી

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે, તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય થવાની ઓફરને નકારી છે. તેમજ સ્પષ્ટ કર્યું છે તે રાજ્યસભામાં નહિ જાય.  તેમણે કહ્યું, "હું કર્ણાટકના રાજકારણમાં સક્રિય રહીશ. મને રાષ્ટ્રીય રાજકારણમાં કોઈ રસ નથી.

2026-05-28 16:35:07

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા છેલ્લી કેબિનેટ બેઠકમાં ભાવુક થયા

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પૂર્વે તેમણે બેંગલુરુમાં તેમની અંતિમ કેબિનેટ બેઠક લીડ કરી હતી.  આ બેઠક દરમિયાન સિદ્ધારમૈયા ભાવુક થઈ ગયા હતા. તેમણે તેમના કેબિનેટ સાથીએ કહ્યું કે ,છેલ્લા 20 વર્ષોમાં મેં તમારા બધા પર ગુસ્સો કર્યો છે. જોકે  મેં આ બધું ફક્ત પક્ષના હિત માટે કર્યું છે

2026-05-28 15:52:36

ઇસરોને સફળતા મળી, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ક્રેટરો નીચે બરફ હોવાના સંકેત

ઇસરોના ચંદ્ર મિશન ચંદ્રયાન-2 એ એક મોટી શોધ કરી છે. જેમાં વૈજ્ઞાનિકોને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સ્થિત કેટલાક ક્રેટરો(ઉંડા ખાડા) નીચે બરફ હોવાના સંકેતો મળ્યા છે. આ શોધ  ઇસરોના ચંદ્રયાન-2 ઓર્બિટરમાંથી મેળવેલા ડેટા પર આધારિત છે.

2026-05-28 15:42:29

પંપ પર પેટ્રોલ ભરવા હવે નોર્મલ-પ્રીમિયમ નહીં, મળશે અનેક ઓપ્શન

આગામી દિવસોમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવામાં અનેક વિકલ્પ મળી શકે છે. અત્યારે પેટ્રોલ પંપ પર ફક્ત નોર્મલ અથવા પ્રીમિયમ પેટ્રોલ ભરવાનો વિકલ્પ મળે છે, પરંતુ ટૂંક સમયમાં પેટ્રોલની અનેક વરાયટી જોવા મળી શકે, જે તમારી કારના એન્જિન માટે બેસ્ટ હશે તે ભરાવી શકશો.

2026-05-28 15:35:45

વરિષ્ઠ નેતાઓના નિર્દેશને લઈ આપ્યું રાજીનામુંઃ સિદ્ધરમૈયા

કર્ણાટકમાં નવી સરકારના ગઠન થયા પછી સિદ્ધરમૈયા-શિવકુમારની વચ્ચે સીએમ તરીકેની ખુરશી માટે ખેંચાખેંચી હતી. સત્તાવાર સિદ્ધરમૈયાએ રાજ્યપાલને રાજીનામું આપ્યા પછી ડીકે શિવકુમાર સીએમ બનવાનો માર્ગ મોકળો બન્યો. પણ સિદ્ધરમૈયાએ કહ્યું વરિષ્ઠના નિર્દેશોનું પાલન કરીને રાજીનામું આપ્યું છે.

2026-05-28 15:13:45

મશહૂર શાયર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા બશીર બદ્રનું નિધન

"કુછ તો મજબૂરીયા રહી હોગી યુ કોઇ બેવફા નહિ હોતા..  લખનાર ઉર્દૂના શાયર અને  પદ્મશ્રી પુરસ્કાર વિજેતા બશીર બદ્રનું નિધન થયું છે. બશીર બદ્રે 91 વર્ષની વયે ભોપાલના ઈદગાહ હિલ્સ સ્થિત તેમના નિવાસે અંતિમ શ્વાસ લીધા.  પ્રખ્યાત શાયર  બશીર બદ્રની તબિયત ઘણા સમયથી નાદુરસ્ત હતી. તેઓ ઉંમર સંબંધિત બીમારીઓથી પણ પીડાતા હતા.

2026-05-28 14:40:30

પેપર લીકઃ પ્રશ્નોપત્રોની જવાબદારી સેનાને સોંપી શકાય?

નીટ-યુજી પેપર લીક કેસમાં સરકારે મહત્ત્વનું પગલું ભરી શકે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાનીમાં બોલાવેલી બેઠકમાં પેપર લીકને રોકવા માટે આગામી દિવસોમાં પ્રશ્નપત્રોની જવાબદારી સેનાને સોંપી શકાય, જેથી પરીક્ષાની વિશ્વસનીયતા બની રહે.

2026-05-28 14:30:14

ટ્વિશા ડેથ કેસઃ સાસુ ગિરિબાલાની થશે ધરપકડ

ભોપાલના ટ્વિશા શર્મા ડેથ કેસમાં સૌથી મોટી અપડેટ મળી છે. હાઈ કોર્ટમાં વચગાળાના જામીન રદ કરવામાં આવ્યા પછી હવે કોઈ પણ સમયમાં ટ્વિશાની સાસુ ગિરિબાલાની ધરપકડ કરી શકાય છે.

2026-05-28 13:37:51

સુરત મનપાના હોદ્દેદારોના નામની જાહેરાત

લાંબી ચર્ચા બાદ સુરત મનપાના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. માયા માવાણી સુરતના નવા મેયર બન્યા છે. 
ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીની વરણી કરાઈ છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે રાજન પટેલના નામની જાહેરાત થઈ છે.

2026-05-28 12:55:01

સંઘવીના શહેર સુરતમાં નામ જાહેર કરવામાં વિલંબ

સ્થાનિક ચૂંટણીઓમાં ઉમેદવારોના નામોની જાહેરાતમાં થઈ રહેલા વિલંબને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે આ વિલંબ અંગે એક નિવેદન આપીને વાતાવરણ હળવું કરી દીધું હતું. તેમણે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પર હળવા અંદાજમાં મજાક કરી હતી. તેમણે હસતાં-હસતાં પોતાના રૂમાલથી મોં લૂછ્યું અને કટાક્ષ કરતા કહ્યું કે, આ 115 જણા એટલા બધા મજબૂત છે કે તેમાંથી નામ શોધવાની તકલીફ પડી રહી છે.

2026-05-28 11:33:01

કેનેડામાં આણંદની 22 વર્ષીય વિદ્યાર્થિનીની કરપીણ હત્યાથી પરિવાર સ્તબ્ધ

કેનેડાથી ગુજરાતી યુવતીની હત્યાની ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના બોરસદની 22 વર્ષીય વિધી નામની યુવતીની કેનેડામાં ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. મૃતક વિધી મેઘા છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નાયગ્રા રીજન વિસ્તારમાં રહેતી હતી. તે ત્યાં અભ્યાસ કરવાની સાથે-સાથે પોતાનું ગુજરાન ચલાવવા માટે નોકરી પણ કરતી હતી

2026-05-28 10:58:45

રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓની જાહેરાત

રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી હતી. મેયર તરીકે નેહલ શુક્લ,  ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયા તથા દંડક તરીકે સંજયસિંહ રાણાના નામની જાહેરાત થઈ હતી.

2026-05-28 10:10:17

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનને લઈ સસ્પેન્સ વધ્યું, રાજ્યપાલ ગઈ રાત્રે જ મુંબઈ ગયા હોવાના અહેવાલ

કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસ સરકારમાં આજે મોટો ફેરફાર થવાની ચર્ચાઓ છે. સીએમ સિદ્ધારમૈયા આજે સીએમ પદેથી રાજીનામું આપી શકે છે અને તેમની જગ્યાએ ડી.કે. શિવકુમારને આગામી સીએમ બનાવવામાં આવી શકે છે. આ દરમિયાન રાજ્યપાલ ગઈ રાત્રે જ મુંબઈ ગયા હોવાના અહેવાલ છે, જેના કારણે નેતૃત્વ પરિવર્તન પર સસ્પેન્સ વધ્યું છે.

2026-05-28 08:28:26

PM મોદીએ ઈદ-ઉલ-અદહાની પાઠવી શુભેચ્છા


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈલ-ઉલ-અદહાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, ઈદ-ઉલ-અદહાની હાર્દિક શુભેચ્છાઓ! આ તહેવાર આપણા સમાજમાં પરસ્પર ભાઈચારો અને ખુશીઓ વધારે તેવી કામના. સૌની પ્રગતિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના.

2026-05-28 08:22:51

હોર્મુઝ તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાની સૈન્ય ઠેકાણાઓ પર ફરી કર્યા હુમલા

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એકવાર વધી ગયો છે. અમેરિકી સેનાએ ઈરાનમાં ફરી એકવાર હુમલો કરીને સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા છે. અમેરિકી અધિકારીના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી અમેરિકી સૈનિકો અને દરિયાઈ વેપારને જોખમથી બચાવવા માટે કરવામાં આવી હતી.