Wed Apr 29 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 26 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-03-26 08:29:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-03-26 21:20:13

એમપીમાં બસ અકસ્માતમાં 10નાં મોત

મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં બસ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા છે. મુખ્ય પ્રધાનની જાહેર સભામાંથી પરત ફરી રહેલી બસ ઊંધી વળતા સ્થાનિક લોકો અને પોલીસ પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ડોક્ટરે 10 લોકોને મૃત જાહેર કર્યાં હતા.

2026-03-26 21:18:34

ટ્રમ્પના કાર્યકારી આદેશને પગલે ઑલિમ્પિક્સમાંથી મહિલા કિન્નર ઍથ્લીટોની બાદબાકી

ઑલિમ્પિક ગેમ્સમાંથી મહિલા કિન્નર ઍથ્લીટોની બાદબાકી કરી નાખવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે 2028ની લૉસ ઍન્જલસ ગેમ્સ પહેલાં મહિલાની ખેલકૂદ બાબતમાં જે કાર્યકારી આદેશ બહાર પાડ્યો છે એને અનુરૂપ ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીએ આ નિર્ણય લીધો છે. ઑલિમ્પિક્સમાં કોણ ભાગ લઈ શકે એની પાત્રતા ટ્રમ્પ સરકારની નીતિ સાથે સહમતિ સાધ્યા બાદ કિન્નર હોય એવી મહિલા ઍથ્લીટને આ રમતોત્સવના પરિપ્રેક્ષ્યમાંથી બહાર કરી છે. જન્મથી મહિલા હોય એવી વિમેન ઍથ્લીટો જ ઑલિમ્પિક્સમાં ભાગ લઈ શકે એવો નિયમ હવે લાગુ કરાયો છે.

2026-03-26 21:16:49

બૅડમિન્ટનની સામ્રાજ્ઞી કૅરોલિન મૅરિનની નિવૃત્તિ

મહિલાઓની સર્વશ્રેષ્ઠ બૅડમિન્ટન ખેલાડીઓમાં ગણાતી સ્પેનની કૅરોલિન મૅરિને ઘૂંટણની એકધારી ઈજાથી કંટાળીને છેવટે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેણે 2016ની રિયો ઑલિમ્પિક્સની ફાઇનલમાં પી. વી. સિંધુને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. કૅરોલિન ત્રણ વખત વર્લ્ડ ચૅમ્પિયન પણ બની હતી. 32 વર્ષની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન કૅરોલિન યુરોપિયન સ્પર્ધાના સાત તાજ પણ જીતી હતી.

2026-03-26 20:38:07

જાપાનમાં ભૂકંપ

જાપાનના હોંશુ ટાપુ નજીક 6.2 તીવ્રતાનો ભૂકંપનો આચંકો અનુભવાયો છે. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી નીચે દસ કિલોમીટર ઊંડાણમાં અનુભવાયું છે. જાનહાનિના સમાચાર નથી, પરંતુ ભૂકંપના આચંકાને કારણો લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે.

2026-03-26 20:07:32

'બ્લેક સી'માં તુર્કિયેના જહાજ પર હુમલો

રશિયાથી ક્રૂડ ઓઈલ લઈ જનાર તુર્કિયે સંચાલિત જહાજ પર બ્લેક સીમાં હુમલો કરવામાં આવ્યો છે. જહાજના એન્જિન રુમમાં વિસ્ફોટ થવાના સમાચાર મળ્યા છે. આ હુમલો ડ્રોનથી નહીં, પરંતુ પાણીની સપાટી ચાલનાર માનવરહિત વ્હીકલ મારફત કર્યો છે, એમ તુર્કિયેના પરિવહન પ્રધાન અબ્દુલ કાદિર ઉરાલોગ્લુએ જણાવ્યું હતું.

2026-03-26 19:33:10

મહારાષ્ટ્રનું બજેટ સત્ર સમાપ્ત:  ૨૨ જૂનથી ચોમાસું અધિવેશન

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્ર ગર્વનર જિષ્ણુ દેવ વર્માએ બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભાનું છ અઠવાડિયા સુધી ચાલેલા બજેટ અધિવેશન પૂર્ણ થયું હોવાની જાહેરાત કરી હતી. લાંબુ ચાલેલા મહારાષ્ટ્ર વિધાનસભાના અધિવેશનમાં આ વખતે મહત્ત્વનું ગણાતું મહારાષ્ટ્ર ફ્રીડમ ઓફ રિલિજીયન બિલ મંજૂર થયું હતું. ૨૩ ફેબ્રુઆરીએ શરૂ થયેલું  અધિવેશન પૂરું થયા બાદ હવે ચોમાસું અધિવેશન ૨૨ જૂનથી શરૂ થશે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી.

2026-03-26 19:13:28

અબુ ધાબીમાં મિસાઈલના કાટમાળમાં દટાતા બેનાં મોત

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આજે અબુ ધાબીમાં મિસાઈલનો કાટમાળ પડતા બે જણનાં મોત થયા હોવાની માહિતી મળી, જેનાથી મૃતકની સંખ્યા 11 થઈ ગઈ છે. આ બનાવ સ્વેહાન સ્ટ્રીટમાં થયો, જ્યારે ઈરાનના હુમલાને રોકવા યુએઈની હવાઈ સિસ્ટમે નિષ્ફળ બનાવી, તેનાથી એક બેલાસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક રોકી હતી.

2026-03-26 15:04:55

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ફરી ટેકનિકલ ખામી

આજે બપોરે દિલ્હીથી લંડનના હીથ્રો જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ કારણોસર, ઉડાન ભર્યાના કલાકો બાદ વિમાનને પરત દિલ્હી પરત ફરવું પડ્યું હતું. આ ઘટનાથી  એર ઈન્ડિયાના વિમાનોની હાલત પર પણ સવાલો ઉભા થયા છે.

2026-03-26 14:02:34

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  3 સિસ્ટમની અસરથી પડશે રાજ્યમાં કમોસમી વરસાદ પડશે. 29 અને 30 માર્ચે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 

2026-03-26 13:12:14

અબુધાબીમાં મિસાઈલનો કાટમાળ પડવાથી બે લોકોનાં મોત

અબુધાબીમાં એક મિસાઈલ હુમલાનો નિષ્ફળ બનાવાયો હતો. જોકે તેનો કાટમાળ પડવાથી બે લોકોનાં મોત થયા છે. આ દરમિયાન રશિયાએ ઈરાનના બુશહર પરમાણુ રિએક્ટર નજીક થયેલા હુમલાની નિંદા કરી છે.

2026-03-26 12:16:17

જામનગરની ડિફેન્સ કોલોનીમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો

જામનગરની ડિફેન્સ કોલોનીમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો છે.  કોલોનીના મકાનમાંથી મહિલાનો મૃતેદહ મળતા તર્ક-વિતર્ક સર્જાયા છે. પરપ્રાંતિય મહિલાના ગળેટુંપો દઈ હત્યા કરાઈ હોવાની આશંકા છે. ઉચ્ચ પોલીસ અધિકારી સહિત પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

2026-03-26 10:29:15

જામનગરના લાલપુરમાં કેજરીવાલ સભા સંબોધશે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના લોકપ્રિય મુખ્ય પ્રધાન ભગવંત માન ગુજરાતની મુલાકાતે છે. ગઈકાલે અમરેલીમાં વિજય વિશ્વાસ સભાને સંબોધન કર્યા બાદ આજે બંને નેતાઓ જામનગરના લાલપુર ખાતે સભા સંબોધશે. જેમાં AAP ગુજરાતના ટોચના નેતા પણ ઉપસ્થિત રહેશે.

2026-03-26 09:50:42

રાહુલ ગાંધી માતાની ખબર અંતર પૂછવા ગંગારામ હોસ્પિટલ પહોંચ્યા

રાહુલ ગાંધી માતા સોનિયા ગાંધીની ખબર અંતર પૂછવા ગંગારામ હોસ્પિટલ પહોંચ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની તબિયત ફરી એક વાર લથડી હતી, તેમને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હુલ ગાંધી સતત બીજા દિવસે હોસ્પિટલ પહોંચતા સોનિયા ગાંધીની તબિયત વધુ ખરાબ હોવાની અટકળો વહેતી થઈ છે.

2026-03-26 08:53:44

અમદાવાદના શેલા વિસ્તારમાં આગ

અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપર આવેલા સ્કાયસિટી રિવેરા ઇલાઇટ નામના બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

2026-03-26 08:32:30

ભારત સહિત 5 દેશના જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ઈરાને પાંચ દેશના જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ હોર્મુઝની ખાડી સંપૂર્ણ બંધ નથી. તેમણે ભારત સહિત પાંચ દેશના જહાજને સુરક્ષિત રસ્તો આપવાની જાહેરાત કરી હતી.

2026-03-26 08:32:00

બાંગ્લાદેશમાં બસ નદીમાં ખાબકી, 23 લોકોના મોત

રાજબારી, ઢાકાઃ બાંગ્લાદેશના રાજબારીમાં એક પેસેન્જર બસ પદ્મા નદીમાં ખાબકતાં 23 લોકોના મોત થયા હતા. બસ ઢાકા જઈ રહી હતી અને ફેરીમાં ચઢતી વખતે આ અકસ્માત થયો હતો. અનેક લોકો નદીમાં ગુમ થયા હોવાના પણ અહેવાલો મળ્યાં છે. અત્યારે સ્થાનિક તંત્ર દ્વારા બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.