Sun Mar 08 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 04 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

4 days ago
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

3 days ago

ફરી સાઉદી અરેબિયાની ઓઈલ રિફાઈનરી પર હુમલો

સાઉદી અરેબિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી કંપની પર ડ્રોન એટેક કરવામાં આવ્યો છે. સાઉદી સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે આજે રાસ તનુરા સ્થિત દેશની સૌથી મોટી ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કરવાની કોશિશ કરી છે, પરંતુ એનાથી કોઈ નુકસાન થયું નથી એવો દાવો કર્યો હતો.

3 days ago

ફરી સાઉદી અરેબિયાની ઓઈલ રિફાઈનરી પર હુમલો

સાઉદી અરેબિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી કંપની પર ડ્રોન એટેક કરવામાં આવ્યો છે. સાઉદી સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે આજે રાસ તનુરા સ્થિત દેશની સૌથી મોટી ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કરવાની કોશિશ કરી છે, પરંતુ એનાથી કોઈ નુકસાન થયું નથી એવો દાવો કર્યો હતો.

3 days ago

ન્યૂ ઝીલૅન્ડે ફીલ્ડિંગ પસંદ કરી, સાઉથ આફ્રિકાને પહેલાં રનનો ઢગલો કરવાની તક

કોલકાતામાં ટી-20 વર્લ્ડ કપની પ્રથમ સેમિ ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડના કૅપ્ટન મિચલ સૅન્ટનરે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે. એઇડન માર્કરમના સુકાનમાં સાઉથ આફ્રિકાને પ્રથમ બૅટિંગમાં પુષ્કળ રન કરીને કિવીઓને તોતિંગ લક્ષ્યાંક આપવાની તક મળી છે. કિવીઓની ટીમમાં સ્પિનર ઇશ સોઢીના સ્થાને જેમ્સ નીશૅમને રમવાનો મોકો અપાયો છે. સાઉથ આફ્રિકાની ટીમમાં ધારણા મુજબ કેશવ મહારાજ, કૅગિસો રબાડા અને માર્કો યેનસેન અઠવાડિયાના આરામ બાદ ફરી પ્લેઇંગ-ઇલેવનમાં સમાવવામાં આવ્યા છે. બીજી સેમિ ફાઇનલ આવતી કાલે (સાંજે 7.00 વાગ્યાથી) વાનખેડેમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાશે.

3 days ago

ઈરાનમાં સત્તાવાર 1,045 લોકોનાં મોત

ઈઝરાયલની સેના ઈરાનના પાટનગર તહેરાન સહિત અન્ય શહેરો પર આફત બનીને હુમલા કરી રહ્યું છે. બીજી બાજુ ઈરાન પણ આક્રમક હુમલાઓ કરી રહ્યું છે ત્યારે આ યુદ્ધમાં સરકારી એજન્સીએ કહ્યું છે ઈરાનના જાનહાનિના આંકડા જારી કર્યા છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 1,045 લોકોનાં મોત થયાનો રિપોર્ટ.

3 days ago

ઈરાનનો કતાર પર મોટો હુમલો

ઈઝરાયલ-અમેરિકાની યુદ્ધનો ઈરાન પણ આક્રમક જવાબ આપી રહ્યું છે ત્યારે ઈરાને કતાર સ્થિત અમેરિકન AN/FPS-132 રડાર પર મિસાઈલથી ઘાતક હુમલો કર્યો છે. ઈરાન ખાડી દેશસ્થિત અમેરિકાના મિલિટરી બેઝને નિશાન બનાવી રહ્યું છે.

3 days ago

બિહારમાં ઉથલપાથલના એંધાણ

બિહારના રાજકારણમાં મોટા ફેરફાર થઈ શકે છે. મુખ્ય પ્રધાન નીતીશ કુમાર રાજ્યસભામાં જઈ શકે છે, જ્યારે દીકરા નિશાંતને નાયબ મુખ્ય પ્રધાન બનાવી શકાય.

3 days ago

ખામેનેઈના વારસદારનો પણ ખાતમો કરીશુંઃ ઈઝરાયલ

આયાતુલ્લાહ અલી ખામેનેઈના પુત્ર મોજતબા હુસૈની ખામેનેઈને ઈરાનના સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ દરમિયાન ઈઝરાયલે મોટું નિવેદન આપ્યું છે.  ઈઝરાયલના કહેવા મુજબ, તેઓ ખામેનેઈના વારસદારનો પણ ખાતમો કરશે.

3 days ago

હોર્મુઝ ખાડી પર ઈરાની નિયંત્રણનો દાવો

ઈરાની સેનાએ જણાવ્યું છે કે હોર્મુઝ ખાડી પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. આ તેલ અને ગેસના પુરવઠા માટે એક મહત્વપૂર્ણ શિપિંગ માર્ગ છે. ઈરાની સેનાએ ચેતવણી આપી છે કે આ જળમાર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરનાર કોઈપણ જહાજને મિસાઇલ અથવા ડ્રોન વડે નિશાન બનાવવામાં આવશે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે જણાવ્યું હતું કે અમેરિકન નૌકાદળ ખાડીના આ મહત્વપૂર્ણ શિપિંગ માર્ગ પરથી તેલના ટેન્કરોને સુરક્ષિત રીતે એસ્કોર્ટ કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે.

3 days ago

અમદાવાદમાં ટ્રેનની અડફેટે 2 લોકોનાં મોત

અમદાવાદના વાડજ વિસ્તારમાં ટ્રેનની અડફેટે આવી જતાં 2 લોકોનાં મોત થયા છે. નારણપુરા આદર્શનગર પોલીસ ચોકી પાસે આ ઘટના બની હતી. વાડજ પોલીસે દુર્ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

3 days ago

ખામેનેઈના મોત બાદ અશાંતિ ફેલાવવા બદલ સાંસદ રુહુલ્લા અને પૂર્વ મેયર જુનૈદ મટ્ટૂ સામે ગુનો દાખલ

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈની હત્યા બાદ કાશ્મીર ઘાટીમાં સર્જાયેલી સ્થિતિ વચ્ચે પોલીસે નેશનલ કોન્ફરન્સના  નેતા અને સાંસદ આગા સૈયદ રુહુલ્લા તથા શ્રીનગરના પૂર્વ મેયર જુનૈદ અઝીમ મટ્ટૂ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ નેતાઓ પર સોશિયલ મીડિયા અને ડિજિટલ માધ્યમો દ્વારા ખોટી અને ભ્રામક ખબરો ફેલાવી લોકોમાં ડર અને નફરત પેદા કરવા તેમજ જાહેર શાંતિનો ભંગ કરવાનો આરોપ છે.

3 days ago

ગુજરાતમાં રંગો, ડીજેના તાલે લોકો ધૂળેટી રમ્યા

ગુજરાતમાં આજે ધૂળેટીની ઉજવણી થઈ રહી છે. લોકો રંગો, ડીજેના તાલે ધૂળેટી રમી રહ્યા છે. રાજ્યમાં મોટા શહેરો સહિતના વિસ્તારોમાં ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે.

3 days ago

મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીયો માટે વિદેશ મંત્રાલયે બનાવ્યો કંટ્રોલ રૂમ

મિડલ ઈસ્ટમાં અનેક ભારતીયો ફસાયેલા છે. આવા લોકો માટે ભારતના વિદેશ મંત્રાલયે સ્પેશિયલ કંટ્રોલ રૂમ બનાવ્યો છે. હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

4 days ago

ભારતીય શેર બજારમાં 1600 પોઈન્ટનો કડાકો

મિડલ ઈસ્ટમાં યુદ્ધની હાલત  વચ્ચે ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો થયો છે. નિફ્ટી 477 પોઈન્ટ  ઘટીને 24,389ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. બેંક અને ઓટો શેરમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે.

4 days ago

ઈરાન હુમલાને લઈ કેનેડાના પીએમનું મોટું નિવેદન

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલે કરેલા હુમલાનો આજે પાંચમો દિવસ છે. આ દરમિયાન આજે  કેનેડાના પીએમે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, મિડલ ઈસ્ટ પર ઈઝરાયલ અને અમેરિકાનો હુમલો આંતરરાષ્ટ્રીય કાનૂનની વિરુદ્ધમાં છે.

4 days ago

ગુજરાતના તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. તાપમાનમાં પણ આગામી 7 દિવસ સુધી કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. હવામાન વિભાગે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરી છે. 4 માર્ચથી 6 માર્ચ દિવસ-2 થી દિવસ-4 દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના છૂટાછવાયા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની પ્રબળ સંભાવના છે, જેના કારણે લોકોને ભારે અકળામણ અને બફારાનો સામનો કરવો પડી શકે છે.

4 days ago

મોજતબા હુસૈની ખામેનેઈ ઈરાનના આગામી સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટાયા

ઈઝરાયેલી મીડિયાના અહેવાલો અનુસાર, આયાતુલ્લાહ અલી ખામેનેઈના પુત્ર મોજતબા હુસૈની ખામેનેઈને ઈરાનના આગામી સર્વોચ્ચ નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અહેવાલો મુજબ, ઈરાનની 'એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ' દ્વારા તેમની ખામેનેઈના ઉત્તરાધિકારી તરીકે વરણી કરવામાં આવી હતી.