Wed Sep 02 2026

Logo

બિહારના કટિહારમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, 10 લોકોના મોત 30 ઘાયલ

2026-04-11 22:06:39
Author: Chandrakant Kanoja
બિહારના કટિહારમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, 10 લોકોના મોત 30 ઘાયલ

કટિહાર : બિહારના કટિહારમાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોના મોત થયા છે. આ અકસ્માત એક બસ અને પિકઅપ વાન વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં 30 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ બિહારના કટિહાર જિલ્લાના કોઈરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફુલવરિયા અને બસગઢા વચ્ચે NH-31 પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં એક  બસ અને મુસાફરોથી ભરેલી પિકઅપ વાન  સામ સામે અથડાઇ હતી. 

બસ અને એક પિકઅપ વાન વચ્ચે અકસ્માત 

આ અંગે કટિહાર પોલીસે જણાવ્યું હતું કે, કોરહા પોલીસ સ્ટેશન વિસ્તારના ગેરાબારી નજીક એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં એક બસ અને એક પિકઅપ વાહન વચ્ચે અકસ્માત થયો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લગભગ 25 થી વધુ  લોકોને પ્રાથમિક સારવાર બાદ અદ્યતન તબીબી સંભાળ માટે નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે.

ઘાયલમાંથી 20ની હાલત ગંભીર 

આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ દળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ બચાવ કામગીરીમાં લાગ્યા હતા. જેમાં ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, આ ઘટનામાં 30 લોકો ઘાયલ છે જેમાંથી 20 ની હાલત ગંભીર છે.