Wed Sep 02 2026

Logo

ભુવનેશ્વર કુમારને આજે આ મોટી સિદ્ધિ માટે એક જ વિકેટની જરૂર

2026-04-05 16:40:00
Author: Ajay Motiwala
ભુવનેશ્વર કુમારને આજે આ મોટી સિદ્ધિ માટે એક જ વિકેટની જરૂર

Image credit: BCCI


બેંગ્લૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુના પેસ બોલર ભુવનેશ્વર કુમાર આજે અહીં ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મૅચમાં એક વિકેટ લેશે એટલે આઇપીએલના ઇતિહાસમાં તેના નામે મોટી સિદ્ધિ લખાશે. તે આ વિશ્વ વિખ્યાત ભારતીય ટી-20 લીગ ટૂર્નામેન્ટમાં 200 વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર બનશે.

સ્પિનર યુઝવેન્દ્ર ચહલ આઇપીએલમાં સૌથી વધુ (224) વિકેટ લેનાર બોલર્સમાં અત્યારે નંબર વન છે. તેના પછી ભુવનેશ્વર (BHUVANESHWAR KUMAR)નું નામ છે અને તેણે 199 વિકેટ છે. ફક્ત એક વિકેટ તેને 200 વિકેટ (200 WICKETS)ના જાદુઈ આંકડા સુધી પહોંચાડી દેશે.

આઇપીએલના ટોચના પેસ બોલર્સમાં ભુવનેશ્વર કુમાર (199) પછી જસપ્રીત બુમરાહ (183) બીજા નંબરે છે.

આઇપીએલમાં અત્યાર સુધીમાં (રવિવાર બપોર સુધીમાં) સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સની વિગત આ મુજબ છેઃ
(1) યુઝવેન્દ્ર ચહલ (સ્પિનર): 224 વિકેટ (2) ભુવનેશ્વર કુમાર (પેસ બોલર): 199 વિકેટ (3) સુનીલ નારાયણ (સ્પિનર): 193 વિકેટ (4) પીયૂષ ચાવલા (સ્પિનર): 192 વિકેટ (5) રવિચન્દ્રન અશ્વિન (સ્પિનર): 187 વિકેટ (6) જસપ્રીત બુમરાહ (પેસ બોલર): 183 વિકેટ (7) ડવેઇન બ્રાવો (પેસ બોલર): 183 વિકેટ (8) અમિત મિશ્રા (સ્પિનર): 174 વિકેટ (9) રવીન્દ્ર જાડેજા (સ્પિનર): 172 વિકેટ (10) લસિથ મલિન્ગા (પેસ બોલર): 170 વિકેટ.