Sun Jun 07 2026

Logo

ભિવંડીમાં ભયાનક જળસંકટ: ટેન્કરના પાણીના ઉપયોગથી લોકોના સ્વાસ્થ્ય પર તોળાતું જોખમ

2026-05-27 17:49:21
Author: Mumbai Samachar Team
Article Image

ગરમી વચ્ચે ભિવંડીમાં પાણીની તીવ્ર અછત; દૂષિત પાણીના કારણે સ્થાનિકો પરેશાન

મુંબઈ: ભિવંડી શહેરમાં પાણીની સમસ્યા વર્ષો જૂની છે. પાણીની અછતના કારણે લોકોએ ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે. વધતી ગરમીમાં લોકોની પીવાના પાણી પર ટેન્કર પર ખાસ નિર્ભર રહેવું પડે છે, પરંતુ વધતા ટેન્કરોની નિર્ભરતાને કારણે હવે લોકોના આરોગ્ય પર પણ સંકટ ઊભું થયું છે.

મુંબઈથી 50 કિલોમીટર અંતરેના ભિવંડીમાં એપ્રિલ મહિનામાં પશ્ચિમ એશિયાના સંકટના કારણે કાપડ ઉદ્યોગ પર અસર જોવા મળી હતી, જ્યાં દર વર્ષે ઉનાળામાં પાણીની સમસ્યા ઉદભવે પણ વધતા પાણીના સંકટને કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે.

ભિવંડી નિઝામપુર નગર નિગમની સીમાની અંદર આવનારા ઘણી જગ્યાએ પાણીની સમસ્યા ભરઉનાળે જોવા મળી રહી છે. ઘણા રહેવાસી વિસ્તારોને સંપૂર્ણપણે પાણીના ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે. પાણીનો ઓછો સ્ત્રોત અને પાણીકાપ આ બે જળસંકટના મુખ્ય કારણો માનવામાં આવે છે.

ભિવંડીમાં કોઈ બંધ નહીં હોવાના કારણે આ શહેર અન્ય એજન્સી પર નિર્ભર છે. હાલમાં આ શહેરને 126 મિલિયન લિટર પાણી મળી રહ્યું છે, જે પહેલા 11 મિલિયન લિટર જેટલું જ મળતું હતું તેમ છતાં રોજ પાણીની અછત સર્જાય છે, તેથી મોટા ભાગના લોકો ટેન્કરના પાણી પર નિર્ભર રહે છે. નગર પાલિકાના વિસ્તારની કુલ વસ્તી 12 લાખથી પણ વધુ હોવાથી નગર નિગમ દ્વારા પાણીની અછત દૂર કરવા માટે જુદી જુદી યોજનાઓ પણ લાગુ કરવામાં આવી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ગોકુલનગર વિસ્તાર સ્થિત નેમિનાથ સોસાયટીમાં 104 જેટલા ઘર છે, જ્યાં રોજ 4 ટેન્કર પાણી પહોંચે છે. સ્થાનિકોનું કહેવું છે ઉનાળા પહેલા તેમને દરરોજ 5 કલાક સુધી પાણી મળતું હતું, જે હવે ફક્ત 2 કલાક જ મળી રહ્યું છે. ટેન્કર મળે છે, પણ લોકોને પાણીની સમસ્યાનું સમાધાન મળે તે મહત્વનું છે.

અન્ય કોઈ સોસાયટીના રહેવાસીઓના જણાવ્યા મુજબ પહેલા તેઓ દર ચાર મહિને એક વાર પાણીની ટાંકી સાફ કરાવતા હતા, પણ હવે ટેન્કરનું પાણી મળે છે, જેના કારણે બાળકો અને વૃદ્ધોના આરોગ્ય સંબંધી સમસ્યાઓ જોવા મળી રહી છે. લોકો આ પાણીની સમસ્યાના લીધે શહેર છોડી રહ્યા છે.

ટેન્કર દ્વારા જળસંકટ દૂર કરવાના પ્રયત્નો 

પાલિકાના અધિકારીના કહેવા મુજબ 12 લાખની વસ્તી ધરાવતા આ શહેરને દરરોજ 18 કરોડ લીટર પાણીની જરૂર પડે છે. નગર નિગમ દ્વારા આ અછતની આપૂર્તિ સંપૂર્ણપણે કરવામાં આવી રહી નથી. 73 એમએલડી એસટીઈએમ ઓથોરિટી અને 42 એમએલડી મુંબઈ નગર નિગમથી મળે છે. આ કારણે પાણીની સમસ્યા સર્જાઈ છે.

પહેલા નગર નિગમને રોજના વરહલા લેકમાંનું 5 એમએલડીથી વધારે પાણી મળતું હતું, પરંતુ ત્યારબાદ ત્યાંનું પાણી પ્રદૂષિત થતા આ પાણી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. એસટીઈએમ ઓથોરિટીએ 6 એમએલડીનો કાપ મૂકી દીધો છે. હવે જ્યાં પણ પાણીની અછત છે ત્યાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવશે.

નગર પાલિકા પાણીની અછત દૂર કરવા માટે 24 કલાક ટેન્કરો મોકલવામાં આવી રહ્યા છે. ઉપરાંત, બોરવેલ અને હૅન્ડપંપો દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જળસંકટ ઓછું કરવા માટે વરહલા લેકમાં સાફસફાઇનું કાર્ય પણ પુરજોશમાં ચાલી રહ્યું છે, જેથી આવનારા સમયમાં જળસંકટથી બચી શકાય, પરંતુ વરસાદ લંબાયો તો મુશ્કેલીઓ વધી શકે છે.