ભાગલપુર: બિહારના ભાગલપુરમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં રાધોપુર વિસ્તારમાં 18 મજૂરોને લઇને જતી હોડી ગંગા નદીમાં પલટી હતી. જેમાં 12 મજૂરો તરીને બહાર આવ્યા હતા જ્યારે છ લોકો હજુ લાપતા છે. એસડીઆરએફની ટીમ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
18 મજૂરો કામ માટે નદી પાર કરી રહ્યા હતા
આ અંગે મળતી માહિતી મુજબ કુલ 18 મજૂરો કામ માટે નદી પાર કરી રહ્યા હતા. હોડી વહેતા પાણીના પ્રવાહમાં પહોંચતા જ અચાનક કાબુ ગુમાવી દીધો અને પલટી ગઈ હતી. જેની બાદ અફડા તફડી મચી હતી. જેમાંથી 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય છ લોકો હજુ લાપતા છે.
#BigBreakingNewsBihar
— Amit Bhardwaj (@AmmyBhardwaj) August 26, 2026
Naugachia
Live footage of a boat sinking in the swift current of the Ganges
Boat sinks during work on the Kazikoraiya-Raghopur marginal embankment in Naugachia
The visuals are harrowing
Watch how people are jumping from the sinking boat pic.twitter.com/Q5TX2XUGw7
છ લાપતા મજૂરોને શોધવા પ્રયાસ
આ દુર્ઘટનાની માહિતી મળતાં જ વહીવટીતંત્ર અને SDRF ટીમ મોટરબોટ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ ગોતાખોરોની મદદથી ગુમ થયેલા મજૂરોને શોધવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક ગ્રામજનો અને ગોતાખોરો પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે.
દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ
આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં હોડી પલટી ગયા પછી ગંગા નદીના ઝડપી પ્રવાહમાં સર્જાયેલી અરાજકતા જોવા મળી રહી છે. જેમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.