Sun Sep 06 2026

Logo

વેસ્ટન એક્સપ્રેસ હાઈવે પર પાર્ક કરેલી કેબ સાથે બેસ્ટની ટક્કર

2026-06-04 19:15:29
Author: Sapna Desai
વેસ્ટન એક્સપ્રેસ હાઈવે પર પાર્ક કરેલી કેબ સાથે બેસ્ટની ટક્કર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વેસ્ટર્ન એક્સપ્રેસ પર મલાડમાં પાર્ક કરેલી કૅબ સાથે બેસ્ટની બસ વહેલી સવારના જોશભેર ભટકાઈ હતી, તેને પગલે વ્યસ્ત રહેલા વ્યસ્ત રહેલા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે  પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.

બેસ્ટ ઉપક્રમના અધિકારીના જણાવ્યા મુજબ આ ઘટના ગુરુવારે સવારે ૬.૫૦ વાગ્યાની આસપાસ મલાડ પૂર્વ વિસ્તારમાં બની હતી, જ્યારે બસ વડાલા ડેપોમાં પાછી ફરી રહી હતી. બેસ્ટની બસની ટક્કરને કારણે ટેક્સી વેસ્ટર્ન એક્સપ્રેસ પર તેની આગળ પાર્ક કરેલા  અન્ય વાહનો સાથે જોશભેર અથડાઈ ગઈ હતી. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું પણ ટેકસી સહિતના વાહનોને નુકસાન થયું હતું.

ટ્રાફિક ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા મુજબ  સવારના પીક અવર્સ દરમ્યાન થયેલા અકસ્માતને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ પર થોડા સમય માટે વાહનોની અવરજવરને અસર થઈ હતી અને ટ્રાફિક જૅમ  થઈ ગયો હતો. 
ઘટના સ્થળે પોલીસ અને ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી. તો બેસ્ટના દિંડોશી ડેપોના ડેપો મેનેજર પણ  ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક્સિડન્ટનું  ચોક્કસ કારણ તપાસ બાદ  બહાર આવશે એવું પોલીસે જણાવ્યું હતું.