Mon Aug 17 2026

Logo

ન્યુક્લિયર પ્લાન્ટ બંધ થયા પછી પણ બહાર કંઈક નીકળે છે! વૈજ્ઞાનિકોએ શોધ્યું 'સિક્રેટ'

2026-08-05 17:02:00
Author: Mumbai Samachar Team
Article Image

ધાર્યું ન હોય એવું થાય એની પાછળ વિજ્ઞાન જવાબદાર હોય, પણ ક્યારેક સાયન્સના સોપાનમાંથી ક્યારેક એવા તત્ત્વો સામે આવી જાય છે જેને જોઈને કે રિસર્ચ કરીને ક્યારેક વિજ્ઞાનીઓ પણ ચોંકી ઊઠે છે. વૈજ્ઞાનિકોએ એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જેનાથી રીસર્ચ કરનારા એક મોટા ગ્રુપમાં ખળભળાટ મચાવી મચી ગયો છે. ફ્રાન્સના ચૂઝ પરમાણુ વીજ પ્લાન્ટમાં એક ચોંકાવનારી ઘટના જોવા મળી છે, જ્યાં બંધ થયેલા પરમાણુ રિએક્ટર અને તેના કચરા (ખર્ચાયેલા બળતણ)માંથી રહસ્યમય એન્ટિન્યુટ્રિનો કણો નીકળતા જોવા મળ્યા છે. આ વૈશ્વિકસ્તરે પહેલીવાર બની રહ્યું છે કે, આ "ભૂતિયા કણો" પરમાણુ કચરામાંથી નીકળતા હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે. 

ખરેખર આ સિસ્ટમ છે શું?

આ સંશોધન 'ફિઝિકલ રિવ્યુ લેટર્સ'માં પ્રકાશિત થયું છે અને આ શોધ પરમાણુ સલામતી અને રિએક્ટર દેખરેખના ક્ષેત્રોમાં મોટો ફેરફાર લાવવા માટે તૈયાર છે. આ નવી શોધથી ન્યુક્લિયર સેફ્ટિ અને રીએક્ટર ક્ષેત્રે એક મોટું પરિવર્તન આવવાનું છે. હવે રિએક્ટર પાસે એક્ઝેટ શું થઈ રહ્યું છે એનો સરળતાથી અંદાજો પણ લગાવી શકશે. ન્યુટ્રીનો એવા પ્રાથમિક કણો છે જે કોઈ વિદ્યુત ચાર્જ ધરાવતા નથી. તેઓ લગભગ પ્રકાશની ગતિએ આગળ વધે છે. ઇલેક્ટ્રોન કરતા દસ લાખ ગણા નાના છે. 

દ્રવ્ય સાથે ખૂબ જ નબળા સંપર્ક કરે છે. દર સેકન્ડે, અબજો ન્યુટ્રીનો કોઈ પણ અવરોધ વિના તમારા શરીરમાંથી પણ પસાર થઈ શકે છે. આના પણ ત્રણ ફ્લેવર્સ હોય છે. ઇલેક્ટ્રોન, મુઓન અને તાઉ. ઇલેક્ટ્રોન એન્ટિન્યુટ્રિનો બીટા સડોની પ્રક્રિયા દ્વારા પેદા થાય છે, જે એક પ્રકારનો કિરણોત્સર્ગી સડો છે. પરમાણુ રિએક્ટર આ કણોનો સૌથી મોટો સ્ત્રોત છે. જ્યારે યુરેનિયમ અને પ્લુટોનિયમ જેવા ભારે તત્વો વિભાજનમાંથી પસાર થાય છે ત્યારે તે ઉત્પન્ન થાય છે. હવે વિજ્ઞાનીઓ માટે સૌથી મોટો પડકાર રિએક્ટરમાંથી નીકળતા કણ છે. નબળા સિગ્નલ્સને પકડાવવાનું હતું. 

રિપોર્ટમાં શું મળ્યું ખાસ?

જર્મનીના મેક્સ પ્લેંક ઈન્સ્ટિટ્યૂટના લીડ ઓથર એંથની ઓનિલોને કહ્યું હતું કે, અત્યાર સુધી રિએક્ટર એન્ટીન્યૂટ્રીનો એક્સપરિમેન્ટ ચાલુ રિએક્ટર પર ફોકસ કરી રહ્યા હતા. આનો ફ્લો ઘણો વધારે રહ્યો હતો. બંધ થઈ ગયા બાદ સિગ્નલ ઘણા નાના હોય છે. જે મળે છે એ પણ ખૂબ નાના હોય છે. 
આને ડિટેક્ટ કરવા માટે ડબલ ચુઝ ડિટેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં 30 ક્યુબિક મીટર લિક્વિડ સિંટિલેટર ભરેલું હોય છે, જ્યારે એન્ટિન્યુટ્રિનો તેની સાથે ટકરાય છે, ત્યારે તે આછો પ્રકાશ ફેંકે છે. ટીમે રીએક્ટર બંધ હોવા છતાં એકત્રિત કરેલા 17.2 દિવસના ડેટાનું વિશ્લેષણ કર્યું, જેના પરથી એક વિશેષ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 

આ નવી શોધ રિએક્ટર અને પરમાણુ કચરાની સલામતીને મજબૂત બનાવશે. સહ-મુખ્ય લેખક થિએરી લેસેરે આ સિગ્નલની ઓળખ સંબંધિત એક મુખ્ય પાસાને પ્રકાશિત કર્યો. "જ્યારે કોઈ કણ ડિટેક્ટરની અંદર ક્રિયાપ્રતિક્રિયા કરે છે, ત્યારે એક વિશિષ્ટ ડબલ-લાઇટ સિગ્નલ પેદા થાય છે. આને રૂટની ઘટનાઓથી સરળતાથી ઓળખી શકાય છે. ડિટેક્ટરે રિએક્ટર કોર અને કૂલિંગ પૂલમાંથી ઉદ્ભવતા આશરે 100 એન્ટિન્યુટ્રિનો ઘટનાઓનું અવલોકન કર્યું હતું.