ન્યૂયોર્કઃ પોસ્ટર કે સોશિયલ મીડિયા પોસ્ટ ડિઝાઈન કરવા માટે કલાકો સુધી સોફ્ટવેર સામે બેસી રહેવાના દિવસો હવે ધીમે ધીમે ભૂતકાળ બની રહ્યા છે. કેન્વા જેવા તૈયાર ટુલ્સમાં મોટાભાગની વસ્તુઓ થતા હવે ડિઝાઈન તૈયાર કરવી સરળ બની છે. આ ઉપરાંત કેટલાક તૈયાર ટેમ્પેટ અને એડિટમોડની ડિઝાઈન મળી રહેતા હવે કામ આસાન થયું છે. પણ હવે કેન્વાને પણ પરસેવા છોડાવવા માટે ગૂગલે કમર કસી લીધી છે. ગૂગલે કેન્વાને હંફાવવા માટે પોતાનું એક ટુલ્સ શરૂ કરી દીધું છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આ ટુલ્સમાં એઆઈ ફીચર ફ્રી છે. એટલે કે, સામાન્ય પ્રોમ્પટ નાંખો એટલે ડિઝાઈન તૈયાર. ગૂગલે નવું આઈટુલ્સ ગૂગલ પિક્સ લૉંચ કરી દીધું છે.
ટુલ્સની ઝંઝટ ખતમ
આની મદદથી યુઝરને માત્ર પ્રોમ્પટ જ નાંખવાનો રહેશે. કોઈ યુઝરને પર્ફેક્ટ પ્રોમ્પટ નાંખતા પણ આવડતો હશે તો એ જ એક્યુરેસીથી ડિઝાઈન તૈયાર કરીને આ ટુલ્સ આપશે. માત્ર સાઈઝ કે પિક્સલ રિઝોલ્યુશન આપી દેવાથી પોસ્ટર, સોશિયલ મીડિયા પોસ્ટ, વિઝ્યુઅલ્સ સીન કે રીલ કવર બનાવી શકાશે. ખાસ વાત એ છે કે, જેને એક પણ ડિઝાઈનિંગ ટુલનો ઉપયોગ કરતા આવડતો નથી એવા લોકો પણ માત્ર એક એઆઈ ટેકનિકથી ડિઝાઈન તૈયાર કરી શકશે. માત્ર વિઝ્યુઅલસ કે સીન કેવો જોઈએ છે, ક્યાં શું જોઈએ છે, કલર્સ કેવા જોઈએ છે, થીમ કેવી જોઈએ છે, મોડ અને વ્યૂ કેવો જોઈએ છે એટલું ક્લિયર હશે તો બાકીનું કામ આ ટુલ્સ કરી દેશે. ગૂગલ પિક્સને કામ કરવાની રીત ખૂબ જ સરળ છે. યુઝરે માત્ર પોતાની જરૂરિયાત અને જરૂરી એવી ઈફેક્ટનું નામ યાદ રાખવાની રહેશે. એ હિસાબથી અંગ્રેજીમાં એક પ્રોમ્પટ દેવાનો રહેશે. એઆઈ આ જરૂરિયાત સમજીને એક ફોટો જનરેટ કરી દેશે. માત્ર ફોટો નહીં, સ્કેચ, ઈલેસ્શટ્રેશન, આઉટલાઈન વર્ક અને ઓલ્ડ થીમ પોસ્ટર પણ ડિઝાઈન કરી દેશે. આ માટે ગૂગલના નેનો બનાના ઈમેજ જનરેશન ટુલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કેન્વાની છુટ્ટી કરશે?
કેન્વા અને એડોબ એક્સપ્રેસ જેવા સોફ્ટવેરને વાપરવા માટે ટુલ્સનું બેઝિક નૉલેજ હોવું અનિવાર્ય છે. પણ આ ટુલ્સે એના બેઝિક ટુલ્સની પણ છુટ્ટી કરી દીધી છે. અહીંયા યુઝર પોતાની જરૂરિયાતને શબ્દોમાં જ કહી શકે છે. માત્ર ફોટો જનરેટ કરવા જ નહીં પણ પિક્સમાં ફોટો એડિટ પણ થઈ જશે. યુઝર ઈમેજ પર સરળતાથી નવા નવા ટેક્સ મૂકી શકશે, ઈફેક્ટ આપી શક્શે, અન્ય ભાષામાં ટ્રાંસલેટ પણ કરી દેશે. આ ઉપરાંત ફોટોમાંથી કોઈ ઓબ્જેક્ટને અલગ પણ કરી શકાશે. એના કલર બદલી શકાશે.એ જગ્યા પર રીપ્લેસમેન્ટ મળી જશે. એક જ ટુલ્સમાં પ્રોમ્પટનો વિક્લ્પ મળી રહેતા હવે એક્યુરેટ પ્રોમ્પ્ટથી ઈમેજ પણ જનરેટ કરવી સરળ બની જશે. આ ટુલ્સમાં એક કોલાબ્રેટિવ એડિટિંગ વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આની મદદથી એક વિઝ્યુઅલ પ્રોજેક્ટ પર ટીમના એકથી વધારે સભ્યો કામ કરી શકશે. જે લોકો એક જ પ્રોજેક્ટ પર જુદા જુદા ડિઝાઈનર સાથે કામ કરે છે એ લોકો માટે આ ફિચર સૌથી બેસ્ટ છે. આને ગૂગલ વર્કસ્પેસનો એક ભાગ બનાવી દેવાયું છે. આવનારા દિવસોમાં તે ગૂગલ ડોક્સમાં અને ગૂગલ સ્લાઈડમાં પણ પ્રાપ્ય થઈ જશે.