અમરનાથ યાત્રા વચ્ચે મોટો આતંકી હુમલો: પોલીસ જવાન શહીદ, આતંકવાદીઓ કાવતરાનો પર્દાફાશ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ ફરી એકવાર ફાયરિંગ કરીને શાંતિભંગ કરી છે. કાશ્મીર પાસેના અનંતનાગ-કોકરનાગ રોડ પર આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં SOGના બે જવાનને ગંભીર ઈજા પહોંચી હોવાના અહેવાલ છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક જવાનનું મૃત્યુ થયુ હોવાનું પણ જાણવા મળ્યું છે. દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગ-કોકરના રોડ પર અચાનક ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે.
સારવાર દરમિયાન મૃત્યુ
આ ફાયરિંગમાં SOGના બે જવાનને ગંભીર રીતે ઈજા થઈ હતી, સારવાર હેતું હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સારવાર દરમિયાન એક જવાનનું મૃત્યુ થયું છે. રસ્તા પર ડ્યૂટી કરતા સુરક્ષાકર્મીઓ પર ત્રાસવાદીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પછી સૈન્ય જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઑપરેશન શરૂ કરી દીધું છે. સમગ્ર ઘટના પર સૈન્ય અધિકારીઓએ કહ્યું હતું કે, બુધવારે થયેલી ફાયરિંગની ઘટનામાં બે જવાનોને ગંભીર ઈજા થઈ હતી, જ્યાં હોસ્પિટલમાં મૃત્યુ થયું છે એ જમ્મુ કાશ્મીરના પોલીસ કર્મચારી છે. તે બડગામના આશિક હુસૈન હોવાનું જાણવા મળ્યું છે. યાત્રા ડ્યૂટી પર તેઓ હાજર હતા એ સમયે આ ફાયરિંગની ઘટના બની હતી.

આતંકી કમાન્ડર ઠાર મરાયો
સમગ્ર ઘટના સામે આવતા યુદ્ધના ધોરણે સર્ચ ઑપરેશન શરૂ કરી દેવામાં આવ્યું, પોલીસ કર્મચારીનું મૃત્યુ થયુ હોવાની વિગત સામે આવતા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે. જેથી અન્ય કોઈ રીતે ફાયરિંગ થાય નહીં. આતંકવાદીઓની ભાળ મેળવવા માટે સર્ચ ઑપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પહેલા કાશ્મીરના શોપિયામાં લશ્કર એ તોએબાના આતંકવાદી ઝાકીર ગનીને ઠાર મારવામાં આવ્યો હતો. શોપિયામાં જિલ્લા કમાન્ડર તરીકે ઝાકીર ગની છેલ્લા ઘણા સમયથી એક્ટિવ હતો. સ્થાનિકોના પણ સંપર્કમાં હતો.આતંકી પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. આતંકી ઘટનાને અંજામ આપે એ પહેલા એને ઠાર મારી દેવામાં આવ્યો છે. સૈન્યને ચોક્કસ ઈન્પુટ મળ્યા હતા કે, તે કોઈ કાવતરૂ ઘડી રહ્યો છે. ઝાકીર મૂળ કુલગામનો રહેવાસી હતો. વર્ષ 2024માં તે લશ્કર એ તોએબા સાથે હતો.
અમરનાથ યાત્રા રૂટની તપાસ
A પ્લસ++ કેટેગરીનો આતંકી જાહેર કરાયો હતો. આ પછી સૈન્યના સતત રડારમાં હતો. અનંતનાગ રૂટ અમરનાથ યાત્રા સાથે જોડાયેલો છે. અમરનાથ યાત્રા સિક્યોરિટીની જવાબદારી આશિક હુસૈનને સોંપવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને ઘટના સ્થળે રવાના કરી દેવાયા હતા. આ પછી સર્ચ ઑપરેશન લાંબા સમય સુધી ચાલ્યું હતું. અમરનાથ યાત્રાને લઈને સિક્યોરિટી બંદોબસ્તમાં કોઈ ચૂક ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એવામાં આ પ્રકારની ઘટના સામે આવતા ફરી સમગ્ર રૂટ પર સુરક્ષાની તપાસ કરવામાં આવી રહી છે.