નવી દિલ્હી: મહારાષ્ટ્રના પુણેમાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ છાત્રોની ગુંજ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે મનુસ્મૃતિને લઈને અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મનુસ્મૃતિમાં મહિલાઓને પિતા, પતિ અને પુત્રને આધીન રાખવાની વ્યવસ્થા શરમજનક છે. તેમની આ ટિપ્પણી મુદ્દે રાજનીતિમાં ભારે હોબાળો મચી ગયો છે. આ દરમિયાન હિજાબના સમર્થનમાં આપવામાં આવેલા નિવેદનને ટાંકીને ભાજપે રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાએ રાહુલ ગાંધીના પાખંડનો આક્ષેપ કર્યો હતો.
ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાહુલ ગાંધીનો વીડિયો શેર કર્યો હતો. જેમાં રાહુલ ગાંધી એક કાર્યક્રમમાં એક યુવતીના હિજાબ પહેરવાને આઝાદીથી જોડવા મુદ્દે સવાલ કરતી જોવા મળી રહી છે. યુવતીના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, મારો મત એ છે કે સ્ત્રી હિજાબ પહેરવા માંગે છે કે નહીં તે તેના પર નિર્ભર છે. જો તે અબાયા પહેરવા માંગે છે કે બીજું કંઈક, તો તે તેની પસંદગી છે, તે તેનું કામ છે. તેને છૂટ મળવી જોઈએ.
𝐇𝐘𝐏𝐎𝐂𝐑𝐈𝐒𝐘 𝐀𝐓 𝐈𝐓𝐒 𝐏𝐄𝐀𝐊! ⚠️
— BJP (@BJP4India) August 25, 2026
Rahul Gandhi talks about “smashing patriarchy” when speaking about Manusmriti and Hindu women. But when it comes to hijab and abaya, the same principle suddenly becomes “freedom of choice.”
So, Rahul Gandhi, is your fight against… pic.twitter.com/IYIgigwDNj
રાહુલ ગાંધીના વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા ભાજપે લખ્યું છે કે , "દંભ ચરમસીમાએ છે! જ્યારે રાહુલ ગાંધી મનુસ્મૃતિ અને હિન્દુ મહિલાઓ વિશે વાત કરે છે, ત્યારે તેઓ પિતૃસત્તાને કચડી નાખવાની વાત કરે છે. પરંતુ જ્યારે હિજાબ અને અબાયાની વાત આવે છે, ત્યારે તે જ સિદ્ધાંત અચાનક પસંદગીની સ્વતંત્રતા કેવી રીતે બની જાય છે? ભાજપે પ્રશ્ન કર્યો હતો કે તો રાહુલ ગાંધી શું તમારી લડાઈ ફક્ત ધર્મ પર આધારિત છે? જો મહિલા સશક્તિકરણ ધ્યેય છે, તો શું દરેક મહિલા માટે સમાન ધોરણો ન હોવા જોઈએ?
આ વિવાદની શરૂઆત, મહારાષ્ટ્રના પુણેમાં યોજવામાં આવેલા છાત્રોની ગુંજ કાર્યક્રમથી થઈ છે. આ કાર્યક્રમમાં તેમણે મનુસ્મૃતિને લઈને અનેક પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે મનુસ્મૃતિમાં મહિલાઓને પિતા, પતિ અને પુત્રને આધીન રાખવાની વ્યવસ્થા શરમજનક છે. તેમણે કહ્યું કે મહિલાઓને દીકરી, પત્ની કે માંની ઓળખ સુધી સીમિત ન રાખવી જોઈએ.
વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે ભારતની 70 કરોડ મહિલાઓ દેશની મહામૂલી સંપતિ છે, તેઓ પુરુષોની સરખામણીએ વધારે દૂરદર્શી છે. તેમણે એવું કહ્યું કે તેઓ યુવાનોની વાત સાંભળવા આવ્યા છે, કો ભાષણ આપવા કે રાજનીતિની ચર્ચા કરવા નહિ.
પુણેમાં વિદ્યાર્થીઓને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "લોકો વારંવાર મને પૂછે છે કે ભારતની સૌથી મોટી તાકાત શું છે? આ સવાલના જવાબમાં કેટલાક લોકો અર્થતંત્ર, તો કેટલાક સૈન્ય કે મેડિકલ સિસ્ટમનું નામ લઈ શકે છે, પરંતુ મારા મતે આપણા દેશની સાચી તાકાત અહીંની મહિલાઓ છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશની 70 કરોડ મહિલાઓ જે સપનાઓ, યાત્રાઓ અને કલ્પનાઓને જીવી રહી છે, તે જ ભારતની સૌથી મોટી અને અનોખી શક્તિ છે.