અંબાજીઃ બનાસકાઠા અને અરવલ્લીની ગીરીમાળામાં આવેલું આસ્થાનું ધામ એટલે અંબાજી. શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં રાજ્ય-દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. મેળો શરૂ થયો એના પહેલા ત્રણ દિવસમાં જ કુલ 15 લાખથી વધારે ભાવિકોએ માતાના ચરણોમાં શીશ નમાવ્યું હોવાના અહેવાલ મળ્યા છે. પહેલા બે દિવસમાં ચાર લાખ ભાવિકોએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા છે જ્યારે બીજા દિવસે પણ ચાર લાખ લોકોએ માતાજીના દર્શન કર્યા છે.
સાત લાખ લોકોએ કર્યા દર્શન
ત્રીજા દિવસે સાંજની આરતી સુધીમાં સાત લાખ લોકોએ દર્શન કર્યા હોવાના રિપોર્ટ મળ્યા છે, દર્શનમાં ખોટી રીતે કોઈ ધક્કા-મુક્કી ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મંદિર પરિસરમાં પણ પોલીસનો ચુસ્તબંદોબસ્ત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નીજમંદિરમાં અને મંદિરના પ્રવેશદ્વાર પર ખાસ પોલીસ ટીમને જવાબદારી સોંપી દેવામાં આવી છે. મેળો શરૂ થયાના ત્રણ દિવસમાં 1515 ધજા ચડાવાઈ છે. જ્યારે પ્રસાદીના કુલ 13 લાખથી વધારે પેકેટ, ચીકીના પ્રસાદના કુલ 16000 પેકેટનું વિતરણ થયું છે. મંદિરને મળેલા આર્થિક દાનની વાત કરવામાં આવે તો આ અવસર દરમિયાન મંદિરને 88 લાખની આવક થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ભાવિકોની આસ્થાનો વિષય છે, ભાવિકો યથાશક્તિ આર્થિક દાન દાનપેટીમાં આપી રહ્યા છે. અંબાજી આવેલા ભાવિકોએ ગબ્બરનો પણ પ્રવાસ કર્યો છે.
ખાસ સુરક્ષા વચ્ચે સંઘ મંદિર બાજુ રવાના
આશરે 80 હજારથી વધારે ભાવિકોએ પદયાત્રા દરમિયાન તબીબી સારવાર લીધી હતી. જ્યારે ભીડના કારણે ગુમ થયેલા 61000 બાળકોની શોધખોળ કરીને એના વાલીઓ સાથે મિલાપ કરાવી દેવામાં આવ્યો હતો. પરિવારજનો સુધી પહોંચાડી દેવાયા હતા. પદયાત્રા કરતા કરતા સંઘ મંદિર તરફ આગળ વધી રહ્યા છે. દૈનિક ધોરણે 30 કિમીનું અંદર કાપીને આરામ કરી રહ્યા છે, અંબાજી રૂટ પર સેવાકેમ્પ ધમધમી રહ્યા છે એવામાં દિવ્ય તથા શિસ્તબદ્ધ માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રી દરમિયાન પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે એ માટે પોલીસે રૂટ પર પેટ્રોલિંગ પણ વધારી દીધું છે. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પદયાત્રીઓનો ઉત્સાહ અને શ્રદ્ધા પણ અડગ છે. માતાજીના જય જય કાર સાથે પદયાત્રા આગલ વધી રહી છે.