મુંબઈઃ મહારાષ્ટ્ર્ના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વિમાન અકસ્માતમાં તોડફોડની આશંકા તેમના સમર્થકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી હતી. તેમના પરિવારમાંથી સૌપ્રથમ રોહિત પવારે પણ સંશય વ્યક્ત કર્યો હતો અને સીબીઆઈ તપાસની માંગ કરી હતી.
રોહિત પવારે આ સંદર્ભમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકારે સીબીઆઈ તપાસ માટે પત્ર મોકલ્યો નથી. આ પછી, હવે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને લખેલો પત્ર પ્રકાશમાં આવ્યો છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 6 માર્ચે આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર મોકલ્યો છે. આ પત્રમાં રોહિત પવારનો પણ ઉલ્લેખ છે. એટલુંજ નહીં, પણ રોહિત પવારે લખેલો પત્ર પણ તેમણે સાથે જોડ્યો છે.
દરમિયાન, દેવેન્દ્ર ફડણવીસે પહલગામ હુમલાના પીડિતોના પરિવારને મોટી રાહત આપી છે. મુખ્ય પ્રધાનની પહેલ પર આશાવરી જગદાલેને વર્ગ-2 નોકરીનો પત્ર આપવામાં આવ્યો છે. આશાવરી જગદાલેને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી અધિકારી તરીકે નોકરી મળી છે.
મુખ્ય પ્રધાનના આદેશ મુજબ, પુણે મ્યુનિસિપલ કમિશનર નવલકિશોર રામ દ્વારા નિમણૂક અંગે ખાસ આદેશો જારી કરવામાં આવ્યા છે. આજે બપોરે મેયર જગદાલેને તેમનો નિમણૂક પત્ર સુપરત કરશે.