Mon Jun 08 2026

Logo

લોર્ડ્સ ટેસ્ટ બાદ WTC પોઈન્ટ ટેબલમાં મોટી ઉથલપાથલ, ઈંગ્લેડને જીતથી ફાયદો ઓછો પણ ન્યૂઝીલેન્ડ ચોથા ક્રમે ફેંકાઈ

London   2026-06-07 22:35:03
Author: mumbai samachar team
Article Image

@englandcricket


ઈગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ ટેસ્ટની ટુર્નામેન્ટમાં પહેલી મેચ ચોથા દિવસે પહેલા જ સેશનમાં ખતમ થઈ ગઈ હતી. આ મેચમાં સંપૂર્ણ રીતે બોલરોનો તરખાટ જોવા મળ્યો હતો. અંતમાં ઈંગ્લેન્ડની ટીમ 115 રન કરવામાં સફળ રહી હતી. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચોથી મેચમાં 253 રનનો ટાર્ગેટ હતો, જેમાં કિવીની ટીમે પોતાની બીજી ઈનિંગ્સમાં 138 રન જ બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ ટીમે હાર સ્વીકારી અને ગેમ પર ફોક્સ કરવાની વાત કહી હતી.

પોઈન્ટ ટેબલમાં ધરખમ ફેરફાર થયો
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025-27ના પોઈન્ટ ટેબલમાં આ મેચથી મોટો ફેરફાર જોવા મળ્યો હતો, ઈગ્લેન્ડે ભલે મેચ જીતી પણ ખાસ કોઈ ફાયદો ટીમને થયો નથી પણ ન્યૂઝીલેન્ડની ટીમ હારી જતા બીજા ક્રમેથી ડાયરેક્ટ ચોથા ક્રમે ધકેલાઈ ગઈ છે. આ એ જ ટીમ છે જે મેચ પહેલા WTC 2025-27ના પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે હતી. લોર્ડ્સના મેદાન પર હારી જતા હવે તે ચોથા ક્રમે પહોંચી ગઈ છે. ચારમાંથી બે મેચ જીતી હતી, જ્યારે એક મેચ હારી ગઈ અને એક મેચ ડ્રો રહી હતી. ઈંગ્લેન્ડની વાત કરવામાં આવે તો આ સીરિઝ શરૂ થાય એ પહેલા જ 7માં ક્રમે હતી આ મેચ જીતીને ટીમ હાયર પોઝિશન પર પહોંચી છે.  જોકે, તેમના પોઈન્ટની ટકાવારીમાં સુધારો થયો છે, કિવી ટીમની હારથી દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાને ફાયદો થયો છે, 

બે ટીમ એક સ્થાન પર 
બંને એક સ્થાન ઉપર આવ્યા છે. દક્ષિણ આફ્રિકા 75% પોઈન્ટ ટકાવારી સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે શ્રીલંકા 66.67% સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. દરમિયાન, ઓસ્ટ્રેલિયન ટીમ 87.50% પોઈન્ટ ટકાવારી સાથે ટોચનું સ્થાન ધરાવે છે. ટીમ ઈન્ડિયા છઠ્ઠા સ્થાને, પાકિસ્તાન આઠમા સ્થાને રહી છે.  WTC 2025-27 પોઈન્ટ ટેબલમાં અન્ય ટીમોના સ્ટેન્ડિંગની વાત કરીએ તો, બાંગ્લાદેશ 58.33% પોઈન્ટ ટકાવારી સાથે પાંચમા સ્થાને છે, જ્યારે ભારતીય ટીમ 48.15% પોઈન્ટ ટકાવારી સાથે છઠ્ઠા સ્થાને છે. પાકિસ્તાન ટીમ આઠમા સ્થાને છે, ચાર મેચ રમ્યા પછી ફક્ત 8.33% પોઈન્ટ ટકાવારી સાથે. અંતે, વેસ્ટ ઈન્ડિઝની ટીમ નીચેનું સ્થાન ધરાવે છે. તેઓએ આ ચક્રમાં કુલ આઠ મેચ રમી છે જેમાં એક પણ જીત મેળવી નથી, જેના પરિણામે પોઈન્ટ ટકાવારી 4.17% રહી છે.